Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કઠોળનાં ઉત્પાદનનો લક્ષ્‍યાંક વધારીને 2.56 કરોડ ટન અને તેલિબિયા ઉત્પાદનનો 3.7 કરોડ ટન કરાયો

ચાલુ ખરીફ સિઝનમાં 11 સપ્ટેમ્બર સુધીમાં 1113 લાખ હેક્ટરમાં વાવેતર થયું

નવી દિલ્હી : ઠોળનાં ઉત્પાદનનો લક્ષ્‍યાંક વધારીને 2.56 કરોડ ટન કરાયો છે, જે ગતવર્ષે 2.31 કરોડ ટન હતું. તેલિબિયા ઉત્પાદનનો લક્ષ્‍યાંક 3.7 કરોડ ટન કરાયો છે, જે ગત વર્ષે 3.34 કરોડ ટન હતું. તોમરે કોરોના સંક્રમણ અને લોકડાઉન વચ્ચે પણ ખરીફ સિઝનમાં સારું એવું વાવેતર કરવા બદલ ખેડૂતો અને રાજ્યોને અભિનંદન આપ્યા હતા.

 ચાલુ ખરીફ સિઝનમાં 11 સપ્ટેમ્બર સુધીમાં 1113 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય કરતાં 46 લાખ હેક્ટર વધારે છે. આ સાથે તેમણે ખેડૂતો માટેની વિવિધ યોજનાઓનો કેટલો લાભ ખેડૂતોએ લીધો તેની વિગત આપી હતી. ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉ, પેકેજિંગ, રાઈપનિંગ, વેક્સિંગ પ્લાન્ટ્સ, વગેરે માટે તાજેતરમાં જાહેર કરાયેલા ~1 લાખ કરોડના એગ્રીકલ્ચરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

(10:41 am IST)