Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

થોડા દિવસ પહેલા પરણેલી પૂનમ પાંડેના લગ્નજીવનમાં ડખ્ખા :પતિ વિરૂદ્ધ મારઝૂડનો આરોપ:પતિની ધરપકડ

આ ઘટના દક્ષિણ ગોવાના કૈનાકોના ગામમાં થઇ જ્યાં પૂનમ પાંડે એક ફિલ્મની શૂટિંગ કરી રહી હતી

નવી દિલ્હી: થોડા દિવસ પહેલા પરણેલી મોડલ પૂનમ પાંડેના પતિ સૈમ બોમ્બેની ગોવામાં ધરપકડ  કરાઈ છે  પૂનમે પોતાના પતિ વિરૂદ્ધ મારઝૂડ અને ડરાવવા-ધમકાવવાની ફરિયાદ દાખલ કરાવી છે એક અધિકારીએ કહ્યું કે ઘટના દક્ષિણ ગોવાના કૈનાકોના ગામમાં થઇ હતી જ્યાં પૂનમ પાંડે એક ફિલ્મની શૂટિંગ કરી રહી હતી.

 કૈનાકોના પોલીસ મથકના નિરીક્ષક તુકારામ ચૌહાણે કહ્યું કે 'પૂનમ પાંડેએ સોમવારે મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિ સૈમ બોમ્બેએ તેમની સાથે મારઝૂડ કરી અને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી. તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે

ગત અઠવાડિયે પૂનમ પોતાના પતિ સાથે હનીમૂન મનાવવા ગઇ હતી.   દરમિયાન પૂનમ પોતાના પતિ સૈમ બોમ્બે સાથે સિંપલ અવતારમાં જોવા મળી હતી. તેમની માંગમાં સિંદૂર હતું અને તેમના હાથ ચૂડો અને ગળામાં મંગળસૂત્ર પણ પહેરેલું હતું. ગુપચૂપ લગ્નથી કપલે 10 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડીયા પર લગ્નની જાહેરાત કરી હતી. જેની કેપ્શનમાં પૂનમે લખ્યું હતું, 'હું તમારી સાથે સાત જન્મની આશા રાખું છું

(12:47 am IST)