Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

હું મરવા ઇચ્છું છુંઃ કાકા દ્વારા યૌન શોષણ પછી મેકિસકોની ૭ વર્ષિય બાળકી

મેકિસકોમાં કથિત મારપીઠ પછી ઓગષ્ટથી હોસ્પીટલમાં દાખલ ૭ વર્ષિય બાળકીએ ડોકટરોને કહ્યું કે તે મરવા ઇચ્છે છે. ડોકટરોના મુતાબિક એણે કહ્યું મારા માતા-પિતા પાસે નહીં જવું છે તેમને મારતા રહેશે ઇંટરનલ બ્લીડિંગ ઉપરાંત બાળકીના શરીર પર સિગારેટના ડામના નિશાન છે અને એના કાકા પર એના યૌન શોષણનો આરોપ છે.

(12:14 am IST)
  • રાજકોટ : ઝોન 8 માં બેસતા વરિષ્ઠ નોટરી કે. કે. મહેતાનું કોરોના ને લીધે દૂ:ખદ અવસાન થયાનું જાણવા મળે છે. access_time 12:10 am IST

  • લડાખ સરહદે વધુ સૈનિકો મોકલવાનું બંધ કરવા ચીન અને ભારત વચ્ચે સમજૂતી : ચીન અને ભારત બંને સરહદ ઉપર, ફ્રન્ટ લાઈન ઉપર, વધુ સૈનિકો મોકલવાનું બંધ કરવા, જમીન પરની હાલની પરિસ્થિતિ એકતરફી નહિ બદલવા, અને પરિસ્થિતિને જટિલ બનાવી શકે તેવા કોઈપણ પગલાં લેવાનું ટાળવા માટે સહમત થયા હોવાનું ચીનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યુ છે. ચીન અને ભારત બંને દેશોનું સત્તાવાર સંયુક્ત નિવેદન ટૂંક સમયમાં જાહેર થશે. access_time 11:59 pm IST

  • ફેસબુકના ભારતના વડા સુપ્રીમમાં દોડ્યા - કાલે સુનાવણી : દિલ્હી વિધાનસભા પેનલ દ્વારા પોતાની સમક્ષ જાજર થવા અંગેની નોટિસ સામે ફેઈસ બુકના ભારતના વડા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, અને આ હુંકમ સામે સ્ટે માગ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ આવતીકાલે બુધવારે આ અંગે સુનાવણી કરશે. access_time 12:01 am IST