Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કોઇ પણ બાપ પોતાના પુત્રને સ્ટાર નથી બનાવી શકતા, આલિયાને દર્શકોએ સ્ટાર બનાવ્યાઃ ફિલ્મ મેકર વિક્રમ ભટ્ટ

નેપોટિજમ (ભાઇ-ભતીજાવાદ)ને લઇ ફિલ્મ મેકર વિક્રમ ભટ્ટએ કહ્યું છે કોઇ પણ બાપ પોતાના પુત્ર-પુત્રીઓને સ્ટાર નથી બનાવી શકતા. આલિયા ભટ્ટ અને રણવીર કપૂરને દર્શકોએ જ સ્ટાર બનાવ્યા છે. એમણે આગળ કહ્યું આવા ઘણા એકટર-ડાયરેકટર હતા જેમને એમના પરિવાર તરફથી મોકો તો મળ્યો પણ દર્શકોને એમનું કામ પસંદ ન આવ્યું અને એમણે એમને નકારી દીધા.

(12:07 am IST)