Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

કેન્યામાં સ્કૂલનો કલાસરૂમ પડી જવાથી ૭ વિદ્યાર્થીઓના મોત થયાઃ પ૭ ઘાયલ થયા

કેન્યાની રાજધાની  નૈરોબીમાં એક સ્કુલનો કલાસરૂમ પડી જવાના કારણે  ઓછામાં ઓછા ૭ બાળકોના મોત થયા જયારે પ૭ ઘાયલ થયા છે.

સોમવારના સ્કૂલ શરૂ થયાના થોડીક જ મિનીટો પછી લાકડાથી બનેલ કલાસરુમનો ઢાંચો પડી ગયો, જેમા  હજુ પણ ઘણા બાળકા દબાયા હોવાની ખબર છે. બાળકોને કાઢવાનુ કામ જારી છે. ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(11:39 pm IST)
  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST

  • કાલથી કેરળમાં મધ્યમ - ભારે વરસાદ : અપર લેવલ એકટીવ સરકયુલેશન અને લો લેવલ હિલચાલના પગલે આગામી કેટલાક દિવસો (૨૪-૨૫ સપ્ટેમ્બર) સુધી કેરળમાં મધ્યમથી ભારે વરસાદની ખાનગી વેધર ચેનલે આગાહી કરી છે : ગાજવીજ સાથે બેંગ્લોર અને તામિલનાડુમાં વરસાદ પડવા સંભવ access_time 6:32 pm IST

  • ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને નરેન્દ્રભાઈએ જોખમી પગલુ ભર્યુ? નવી દિલ્હી : અમેરિકામાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોખમી પગલુ ભર્યાનું ચર્ચાઈ રહ્યુ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જાય તો નરેન્દ્રભાઈ માટે પરિસ્થિતિ ખૂબ જ કઠીન બની જશે. નવા રાષ્ટ્રપતિ સાથે સંબંધ બાંધવામાં તેમને ઘણી પરીક્ષાઓનો સામનો કરવો પડશે તેવુ રાજકીય પંડિતો માની રહ્યા છે. access_time 5:39 pm IST