Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

કાશ્મીરી પંડિતોએ યુએસમાં પીએમ મોદીના હાથ ચુમ્યાઃ કહ્યું કલમ ૩૭૦ હટાવવાલ બદલ ધન્યવાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારના અમેરિકામાં કાશ્મીરી પંડિતોના પ્રતિનિધી મંડળને મળ્યા જયાં એક કાશ્મીરી પંડિતએ અનુચ્છેદ ૩૭૦ હટાવવા  બદલ પ્રધાનમંત્રીને ધન્યવાદ આપતા એમના હાથ ચુમી લીધા હતા. શખ્સએ પ્રધાનમંત્રીને કહ્યું ૭ લાખ કાશ્મીરી પંડિતો તરફથી ધન્યવાદ શનિવારે રાત્રે અમેરિકા પહોંચેલ પ્રધાનમંત્રીએ ત્યાં વોરા સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી.

(10:11 pm IST)
  • ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને નરેન્દ્રભાઈએ જોખમી પગલુ ભર્યુ? નવી દિલ્હી : અમેરિકામાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોખમી પગલુ ભર્યાનું ચર્ચાઈ રહ્યુ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જાય તો નરેન્દ્રભાઈ માટે પરિસ્થિતિ ખૂબ જ કઠીન બની જશે. નવા રાષ્ટ્રપતિ સાથે સંબંધ બાંધવામાં તેમને ઘણી પરીક્ષાઓનો સામનો કરવો પડશે તેવુ રાજકીય પંડિતો માની રહ્યા છે. access_time 5:39 pm IST

  • કાલથી કેરળમાં મધ્યમ - ભારે વરસાદ : અપર લેવલ એકટીવ સરકયુલેશન અને લો લેવલ હિલચાલના પગલે આગામી કેટલાક દિવસો (૨૪-૨૫ સપ્ટેમ્બર) સુધી કેરળમાં મધ્યમથી ભારે વરસાદની ખાનગી વેધર ચેનલે આગાહી કરી છે : ગાજવીજ સાથે બેંગ્લોર અને તામિલનાડુમાં વરસાદ પડવા સંભવ access_time 6:32 pm IST

  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST