Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

યુ.કે.ના લેસ્ટરમાં ૨૯ સપ્ટેં. થી ૭ ઓકટો.૨૦૧૯ દરમિયાન નવરાત્રિ ઉત્સવઃ શ્રુતિ આર્ટસના ઉપક્રમે થનારી ઉજવણીમાં શ્રી આશિત, સુશ્રી હેમા તથા શ્રી આલાપ ઉપરાંત સોના રૃપા ગૃપ સાથે રાસ ગરબાનો લહાવો

યુ.કે.માં લેસ્ટર મુકામે શ્રુતિ આર્ટસ તથા પિયુલ એન્ટરપ્રાઇસના ઉપક્રમે ૨૯ સપ્ટેં. રવિવારથી ૭ ઓકટો.૨૦૧૯ દરમિયાન નવરાત્રિ ઉત્ સવ ઉજવાશે.

પિયુલ સેન્ટર, ઓર્ચાડસન એવન્યુ, લેસ્ટર મુકામે થનારી ઉજવણીમાં મ્યુઝીક તથા પરંપરાગત રાસ ગરબાની રમઝટમાં શ્રી આશિત, સુશ્રી હેમા, તથા શ્રી આલાપ, શ્રી પ્રતિક શાહ, શ્રી વિજય ધુમલ, તથા સોના રૃપા ગૃપ શામેલ થશે.

ઉત્સવ અંતર્ગત રાસ ગરબાનો સમય રાત્રિના ૮ વાગ્યાથી શરૃ થશે. જે મોડી રાત સુધી ચાલશે.

ટિકિટ માટે સોના રૃપા ૧૩૪ માર્જોરી સ્ટ્રીટ, લેસ્ટર દ્વારા સંપર્ક સાધી શકાશે તેવું જાણવા મળે છે.

(8:51 pm IST)
  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST

  • પોરબંદર બંદરે ત્રણ નંબરનું સિંગ્નલ લગાડયું : માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના : સુરક્ષા એજન્સીઓને સતર્ક કરાઈ : આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવવાની શકયતા access_time 6:42 pm IST

  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST