Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

હવે આઝમ ખાનને NGTએ આપ્યો ઝટકો:જૌહર યુનિવર્સિટીની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ

લીઝ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ

નવી દિલ્હી : નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે કોસી પુર ક્ષેત્ર પર અતિક્રમણ માટે સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન દ્વારા રામપુરમાં સંચાલિત ખાનગી વિશ્વવિદ્યાલયની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

   એનજીટી અધ્યક્ષ ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી પીઠ કહ્યુકે, કોસી ગંગાની સહયોગી નદી છે. તેથી તેને સંબંધિત કાયદાકીય અધિકારીઓ અતિક્રમણ કરનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરી શકે છે.

    ખંડપીઠે કહ્યું, '13 ઓગસ્ટ, 2019 ના રોજ, ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક રિપોર્ટ કરવામાં આવ્યો છે કે ટ્રસ્ટે આ જમીનને ગેરકાયદેસર રીતે પચાવી લીધી છે, જેની સામે મુરાદાબાદના વિભાગીય કમિશનર સમક્ષ અપીલ બાકી છે. એફઆઈઆર નોંધવામાં આવી છે અને લીઝ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે

(8:14 pm IST)