Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

દેશમાં ઉંદરોની સંખ્યા 240 કરોડ: રોજનું 40 કરોડનું અનાજ કરે છે સફાચટ

ઉંદરો 24 થી 26 લાખ ટન અનાજને અખાદ્ય બનાવવા સાથે 70 પ્રકારની બીમારીઓ ફેલાવે છે: પેન્ટ કમિટીનાં રિપોર્ટમાં ચોકાવનારો ખુલાસો

  • નવી દિલ્હી : દિલ્હીથી પેન્ટ કમિટીનાં રિપોર્ટમાં ચોકાવનારો ખુલાસો સામે આવી રહ્યો છે. પેન્ટ કમિટીનાં રિપોર્ટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. કે દેશમાં ઉંદરોની સંખ્યા 240 કરોડ જેટલી છે. રિપોર્ટનાં આંકડા પ્રમાણે જો ઉંદરોની સરખામણી દેશની જનસંખ્યા સાથે કરવામાં આવે તો દેશની જનસંખ્યા 130 કરોડ છે જ્યારે ઉંદરોની 240 કરોડ, એટલે કે જનસંખ્યા કરતા દેશમાં ઉંદરોની સંખ્યા ડબલ કરતા ફક્ત 20 કરોડ ઓછી છે. લગભગ લગભગ દર એક માણસે બે ઉંદરનો રેશિયો દેશમાં હાલ પ્રવર્તમાન છે.
  • પાન્સે કમિટિના રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઉંદરો રોજનું 40 કરોડનું અનાજ સફાચટ કરી જાય છે. જો આ આંકડાને વાર્ષિક જોવામાં આવે તો, દર વર્ષે 14,600 કરોડનું અનાજ તો ફક્ત ઉંદરો જ સફાચટ કરી જાય છે અને આટલું ઓછું હોય તેમ, ખાય તેનો વાંધો નહીં પરંતુ ઉંદરો અંદાજિત 24 થી 26 લાખ ટન અનાજને અખાદ્ય બનાવીને નુકશાન પણ કરે છે.
  • આટલા ખર્ચાળ ઉંદરો બદલામાં આપે છે ભયંકર બીમારીઓ તે પણ જાણવાથી આશ્ચર્ય થશે કે ઉંદરો 70 પ્રકારની વિવિઘ નાનીથી લઇને ગંભીર પ્રકારની બીમારીઓ ફેલાવે છે. ઉંદરો દ્વારા ફેલાવવામાં આવતી અમુક બિમારીઓ તો સામુહીક જન સંહાર જેટલી ખતરનાક છે. આને જીવંત દાખલો છે 'પ્લેગ'.
(7:52 pm IST)