Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

મૂડીરોકાણકારોની સંપત્તિ ૧૦.૫૦ લાખ કરોડ વધી

બે દિવસમાં જોરદાર તેજીથી કારોબારી ખુશ : બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં જંગી વધારો

મુંબઈ, તા. ૨૩ : શેરબજારમાં આજે સતત બીજા કારોબારી સત્રમાં જોરદાર તેજી જામી હતી. આજે વધુ નાણાં મૂડીરોકાણકારોમાં ઉમેરાઈ ગયા હતા. શેરબજારમાં બે દિવસની તેજીના કારણે મૂડીરોકાણકારોની સંપત્તિમાં ૧.૫૦ લાખ કરોડ રૃપિયાનો વધારો થઇ ગયો છે. ગુરુવારના દિવસે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૧૩૮૫૪૪૩૯.૪૧ કરોડ રહી હતી. છેલ્લા બે દિવસના ગાળામાં તેમા રેકોર્ડ ઉછાળો આવ્યો છે. સેંસેક્સમાં બે દિવસના ગાળામાં ૩૦૦૦ હજાર પોઇન્ટનો ઉછાળો આવી ચુક્યો છે  જે દર્શાવે છે કે, બજારમાં દિવાળી જેવો માહોલ છવાયેલો છે.

              આર્થિક ગ્રોથને વધારવા માટે શ્રેણીબદ્ધ પગલા જાહેર થઇ ચુક્યા છે. બીએસઇ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૧૦૩૫૨૧૩.૦૩ કરોડ રૃપિયા વધી જતાં બે કારોબારી સેશનમાં માર્કેટ મૂડી ૧૪૮૮૯૬૫૨.૪૪ કરોડ થઇ છે. ગુરુવારના દિવસે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૧૩૮૫૪૪૩૯.૪૧ કરોડ રહી હતી. કોર્પોરેટ ટેક્સ રેટમાં ઉલ્લેખનીય ઘટાડો કરીને નાણામંત્રીએ તમામને ચોંકાવી દીધા બાદથી રેકોર્ડ ઉછાળો આવી રહ્યો છે. શુક્રવારના દિવસે દશકનો સૌથી મોટો ઉછાળો એક દિવસનો નોંધાયો હતો.

(7:48 pm IST)