Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

PF ઉપાડનાં નાણાં ત્રણ દિવસમાં એકાઉન્ટમાં જમા થશેે

EPFOના સબસ્ક્રાઇબર્સ ઓનલાઇન પીએફ ઉપાડી શકાશે : હવે તમામ દાવાનો ઝડપી નિકાલ થશે

નવી દિલ્હી, તા. ર૩ : એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના સબસ્ક્રાલઇબર્સના તમામ દાવાનો હવે મહત્તમ ત્રણ દિવસમાં નિકાલ આવી જશે. ઇપીએફઓ આ અંગેની તમામ તૈયારી કરી રહ્યું છે. ઇપીએફઓના કમિશનર સુનીલ બર્થવાલે જણાવ્યું હતું કે કેવાયસી અને યુએએન-આધાર લિંક થવાથી પીએફના ઉપાડ સહિતના વિવિધ દાવા અને અરજીઓનો નિકાલ મહત્તમ ત્રણ દિવસમાં થઇ શકશે. હવે ઓનલાઇન અરજી કરીને ત્રણ દિવસમાં તમે પીએફ ઉપાડી શકશો અને તમારા ખાતામા રકમ જમા થઇ જશે.

બર્થવાલે જણાવ્યું હતું કે આંકડાઓની ગરબડના કારણે કેટલાક ટકા કર્મચારીઓ ૧ર આંકડાનો યુએએન જનરેટ કરી શકતા નથી. તેને જોઇને કર્મચારીએ ડેટા બેઝના માધ્યમ દ્વારા ઓથેન્ટિકેશનની વૈકલ્પિક વ્યવસ્થા પર વિચારણા કરી રહ્યા છે. ઇપીએફઓ ઇ-ઇન્સપેકશન સિસ્ટમ પણ શરૂ કરશે. તેનો હેતુ તપાસ પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો અને જરૂરીયાત વગર પૂછપરછની પ્રક્રિયાને ઘટાડવાનો છે. તેમણે જણાવ્યું હતું કે હવે પીએફ ઉપાડવા માટે ઓફીસના ચક્કરો કાપવા પડશે નહીં. (૮.૧૮)

 

(4:06 pm IST)