Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

વિશ્વભરના મિડીયાએ મોદી-ટ્રમ્પની સભાને ઐતિહાસીક ગણાવી નોંધ લીધી

હયુસ્ટન (ટેકસાસ): નરેન્દ્રભાઇએ હ્યૂસ્ટનમાં સંબોધન કર્યા બાદ વૈશ્વિક મીડિયાએ તેની નોંધ લીધી છે. બીસીસી ન્યૂઝે પીએમ મોદીની રેલીને ઐતિહાસિક ગણાવી છે. બીબીસી બાદ સીએનએન ન્યૂઝે પીએમ મોદી અને ટ્રમ્પની દોસ્તીના અહેલાવને પ્રસિદ્ઘ કર્યો છે. જયારે ગાર્ડિયન ન્યૂઝમાં કહેવામાં આવ્યુ હતુ કે, હાઉડી મોદીમાં ભારત અને અમેરિકા વચ્ચેનો ટ્રેડ વોર જોવા મળ્યો નથી.

બન્ને દેશના વડાએ એક સાથે મંચ શેર કરતા દુનિયામાં મેસજે ગયો કે, દુનિયાના સૌથી મોટા બે લોકશાહી ધરાવતા દેશ મિત્ર છે. ગાર્ડિનય બાદ ન્યૂયોર્ક ટાઈમ્સમાં પણ પીએમ મોદી અને ટ્રમ્પની રેલીના અહેવાલને પ્રસિદ્ઘ કરવામાં આવ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલમાં કહેવામાં આવ્યુ કે, આ કાર્યક્રમ ભારત અને અમેરિકાનો તહેવાર હતો.

અમેરિકામાં ૪૪ લાખ ભારતીય રહે છે.  આ કાર્યક્રમાં ૫૦ હજારથી વધારે ભારતીય નાગરિક હાજર રહ્યા હતા. વોશિંગટન પોસ્ટમાં કહેવામાં આવ્યુ કે, ટ્રમ્પે ઈગો છોડીને મંચ શેર કર્યો. બન્ને નેતાએ એકબીજાના વખાણ કર્યા. પીએમ મોદીએ કહ્યુ કે, દુનિયાના તમામ લોકો ટ્રમ્પનું નામ જાણે છે. શ્રી મોદીએ હ્યૂસ્ટનમાં ૫૦ હજારથી વધારે ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતુ. જે બાદ શ્રી મોદીની દુનિયાભરમાં નોંધ લેવામાં આવી છે.

(3:51 pm IST)