Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ટ્રમ્પે એવુ શું જાદુ કર્યું કે મોદી સહિત તમામ લોકોએ ''સ્ટેન્ડીંગ ઓવેશન''આપ્યું!

વોશિંગ્ટનઃ હાઉડી મોદી કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે પહોંચેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર તેને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, 'અમે કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદથી નિર્દોષ લોકોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ઘ છીએ.' જયારે ટ્રમ્પે આ વાત કહી તે સમયે નરેન્દ્રભાઇ   સહિત સ્ટેડિયમમાં હાજર તમામ લોકોએ ઉભા થઇને તાળીઓ વગાડવા લાગ્યા. હતા શ્રી નરેન્દ્રભાઇએ લોકોને ઉભા થઇ સ્ટેન્ડીંગ આવેશન આપવા હાકલ કરી અને પોતે તાલીઓ પાડતા ઉભા થઇ ગયા હતા.

 ટ્રમ્પે કહ્યું કે, 'બંને દેશો માટે પોતાના દેશની સીમાઓની સુરક્ષા કરવી ઘણી જ જરૂરી છે. આ માટે અમે બંને મળીને પગલા ઉઠાવીશું.'  ટ્રમ્પનાં આ નિવેદન દ્વારા કરવામાં આવતી ઘુસણખોરીનાં જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે,

''સુરક્ષાનાં હિસાબે બંને દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે. આપણે બંને દેશ કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદથી એકજૂટ થઈને લડીશું. અમેરિકા અને ભારત એ વાત જાણે છે કે પોતાના લોકોને સુરક્ષિત રાખવા માટે સીમાઓને સુરક્ષિત રાખવી જરૂરી છે. અમે સુરક્ષાનાં સંકટને દેશમાં નહીં આવવા દઇએ. ગેરકાયદેસર પ્રવાસને રોકવા પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. અને અમારી સરહદે ૨૦ હજાર સૈનિકો તૈનાત કર્યા છે.

 આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, ''અંતરીક્ષમાં સહયોગ વધારવા પર કામ થઇ રહ્યું છે. બંને દેશો રક્ષા સહયોગ પણ વધારી રહ્યા છે. બંને દેશોની સેનાએ હાલમાં જ સાથે અભ્યાસ કર્યો. આવતા વર્ષે એનબીએ બાસ્કેટ બોલ રમતા જોવા માટે હજારો લોકો મુંબઈમાં ભેગા થશે, શું પીએમ સાહેબ હુ આમંત્રિત છું?  જો તમે બોલાવશો તો હું આવી શકું છું.' ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'પીએમ મોદી હું તમારી સાથે બંને દેશોને વધારે સમૃદ્ઘ બનાવવા પર કામ કરું છું. અમેરિકામાં ભારતીય કંપનીઓ હજારો લોકોને રોજગાર આપી રહી છે. અમેરિકામાં અભૂતપૂર્વ રોકાણ થઈ રહ્યું છે. ભારત અમેરિકામાં અભૂતપૂર્વ રીતે રોકાણ કરી રહ્યું છે. અમે પણ ભારતમાં આવુ કરી રહ્યા છીએ.'

 ડોનાલ્ડ ટ્રમ્પે આ ઉપરાંત એ પણ કહ્યું કે, ઠભારત અને અમેરિકાની વચ્ચે આજે સંબંધો ઘણા મજબૂત બની ચુકયા છે. હું તમને ભરોસો અપાવું છું કે ભારતનાં હિતનો અત્યાર સુધીનો સૌથી સારો મિત્ર વ્હાઇટ હાઉસમાં છે. ભારતીય પીએમને આ વાત ખબર છે. આપણા બંને દેશોનાં સંબધો લોકતંત્રનાં માળખા પર ઉભા છે. કાયદા પ્રમાણે બંને દેશોમાં શાસન ચાલે છે. બંને દેશોનાં સંબોધન શ્નઉક ધ પીપલ' જેવા ૩ મહાન શબ્દોની સાથે શરૂ થાય છે.

(3:50 pm IST)