Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

નરેન્દ્રભાઇ વિદેશમાં જયાં પગલા માંડે ત્યાં કાર્યક્રમો સફળઃ ન્યુયોર્ક - દુબઇ-લંડનમાં પણ પ્રચંડ લોકપ્રિયતા મળેલ

ટેકસાસઃ (યુએસએ) અમેરિકાના હ્યુસ્ટનમાં રવિવારે વડાપ્રધાન મોદીએ 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ૫૦,૦૦૦થી વધુ ભારતીય-અમેરિકનોને સંબોધન કર્યું હતું. આ ઐતિહાસિક સફળ કાર્યક્રમ અગાઉ ન્યૂયોર્ક, દુબઈ, લંડનમાં પણ મોદીના કાર્યક્રમો સફળ રહ્યા હતા.

મોદી અગાઉ પણ અનેક દેશોમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કરી ચૂકયા છે. વિદેશી મંચ પરથી મોદીએ ભારતીયોને સંબોધન કરતાં સમગ્ર દુનિયામાં લોકપ્રિયતા હાંસલ કરી છે. મોદીએ પહેલા કાર્યકાળમાં વર્ષ ૨૦૧૪માં પહેલી વખત મેડિસન સ્કવેર ખાતે પ્રવાસી ભારતીયોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ૨૦,૦૦૦થી વધુ ભારતીયો હાજર રહ્યા હતા.

ઉપરાંત ઓગસ્ટ ૨૦૧૫માં દુબઈમાં પણ મોદીએ ૫૦,૦૦૦થી વધુ ભારતીયોને સંબોધન કર્યું હતું. નવેમ્બર ૨૦૧૫માં પીએમ મોદીએ વેમ્બેલ સ્ટેડિયમમાં ભારતીયોને સંબોધન કર્યું. વિદેશમાં આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૬૦ હજાર પ્રેક્ષકો મોદીને સાંભળળા પહોંચ્યા હતા.

આ સમયે બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન ડેવિડ કેમરૂન મોદી સાથે એક મંચ પર હતા. અમેરિકાના સાન જોસમાં સપ્ટેમ્બર ૨૦૧૫માં મોદીએ ભારતીયોને સંબોધન કર્યું હતું. અહીં મોટી સંખ્યામાં ભારતીય એન્જિનિયરો કામ કરે છે. આ ઈવેન્ટમાં પણ ૨૦ હજારથી વધુ ભારતીયો હાજર રહ્યા હતા.

(3:50 pm IST)
  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST

  • હાઉડી મોદીના મંચ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ખુલ્લું સમર્થન આપ્યું : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સામે ભારત અને અમેરિકા એકજૂટ થઇને લડશે. access_time 1:03 am IST

  • પોરબંદરમાં ભારેબપોરે ધોધમાર અડધાથી પોણો ઇંચ વરસાદ ખાબક્યો : રસ્તાઓમાં નદીઓ વહી : રાણાવાવ અને કુતિયાણામાં વરસાદી ઝાપટા : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 6:44 pm IST