Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

હાઉડી મોદી કાર્યક્રમ

મોદીના ઉત્સાહથી ટ્રમ્પ પણ બન્યા ભાવ વિભોરઃ બંનેએ હાથ પકડી લગાવ્યું ચકકર

પ૦,૦૦૦ લોકોની તાલીઓના ગડગડાટ વચ્ચે બંનેએ મેદનીનું અભિવાદન ઝીલ્યું

નવી દિલ્હી તા. ર૩: ર૦૧૪થી માંડીને હજુ સુધી વડાપ્રધાન મોદીની વિદેશનીતિ અનેક ચર્ચામાં રહી છે. વિપક્ષ પીએમ મોદીની વિદેશ નીતિ પર સવાલ ઉભા કરતા આવ્યું છે. પરંતુ વડાપ્રધાન રોકાયા વગર તેમના મિશન પર આગળ વધતા રહ્યા. પીએમ મોદીએ વિપક્ષ નીતિમાં રાષ્ટ્રધ્યક્ષોની સાથે પર્સનલ ટચ પર જોર આપ્યું. રવિવારે હાઉડી મોદી કાર્યક્રમમાં આવું જોવા મળ્યું. ભાષણોની અંદર ડોનાલ્ડ ટ્રંપ અને મોદી વચ્ચેની કેમેસ્ટ્રી પર દરેકની નજર રહી.

સ્ટેજ પર એન્ટ્રીથી માંડીને એકિઝટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુર જોશમાં રહ્યા અને દરેક મોર્ચા પર તેઓએ ડોનાલ્ડ ટ્રંપની આગેવાની કરી. પછી તે સ્ટેજ પર ટ્રંપનું તેમના અલગ અંદાજમાં પરિચય કરાવાનો હોય કે પછી કાર્યક્રમના અંતમાં ટ્રંપનો હાથ પકડીને આખા સ્ટેડિયમનું રાઉન્ડ લગાવવાના હોય.

હયુસ્ટનના મેદાનમાં જયારે ડોનાલ્ડ ટ્રંપ આવ્યા તો પીએમ મોદીએ તેનું સ્વાગત કર્યું અને મંચ સાથે તેનો પરિચય કરાવ્યો. હવે એ તો ડોનાલ્ડ ટ્રંપને સમગ્ર વિશ્વ ઓળખે છે. પરંતુ તેમ છતાં મોદીએ તેમના અંદાજમાં તેનો પરિચય કરાવ્યો. વડાપ્રધાન વારંવાર હાથના ઇશારા કરતા અને ડોનાલ્ડ ટ્રંપ તરફ હાથ કરીને ફરી ભીડ તરફ જોઇને વાત કરતા.

(3:49 pm IST)