Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

૨૦૨૧માં વસ્તી ગણતરી મોબાઇલ એપથી થશે : ૧૨૦૦૦ કરોડ ખર્ચાશે

૧૮૬૫ બાદ દેશમાં થશે ૧૬મી વસ્તી ગણતરી : નવી પધ્ધતિ બાદ હવે ડિજિટલ થશે : ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં જનગણના ભવનની આધારશીલા રાખી : એક દેશ, એક ઓળખ પત્રનો પ્રસ્તાવ

 નવી દિલ્હી,તા.૨૩:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે દિલ્હીમાં વસ્તી ગણતરીના બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વસ્તી ગણતરીની આખી ઇમારત ગ્રીન બિલ્ડિંગ હશે. ભારતમાં ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટ અપનાવવાની જરૂર છે.

અમિત શાહે જણાવ્યું હતું કે પ્રથમ વસ્તી ગણતરી ૧૮૬૫માં કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે ૧૬માં વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. આજે વસ્તી ગણતરી દ્યણા ફેરફારો અને નવી પદ્ઘતિઓ પછી ડિજિટલ થઈ રહી છે. ૨૦૨૧માં યોજાનારી વસ્તી ગણતરીમાં અમે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરીશું.

શાહે કહ્યું કે વસ્તી ગણતરીના ડિજિટલ ડેટાનો ઉપયોગ ઘણા પ્રકારના વિશ્લેષણ માટે કરી શકાય છે. વસ્તી ગણતરી દેશના સામાજિક પ્રવાહને ગોઠવવા, દેશના છેલ્લા વ્યકિતના વિકાસ અને દેશના ભાવિ કાર્ય માટેનો આધાર છે. ગૃહ પ્રધાને કહ્યું કે, નરેન્દ્ર મોદી ૨૦૧૪માં દેશના વડા પ્રધાન બન્યા પછી આપણી વિચારવાની ક્ષમતામાં પરિવર્તન આવવાનું શરૂ થયું. દેશને સમસ્યાઓથી મુકત કરવા માટે આ પ્રકારનું આયોજન ૨૦૧૪ પછી શરૂ થયું હતું. આનાથી વસ્તી ગણતરીના રજિસ્ટરનો સાચો ઉપયોગ કરવાની શરૂઆત થઈ.

અમિત શાહે કહ્યું કે ૨૦૨૧માં જે વસ્તીગણતરી થશે તેમાં મોબાઇલ એપનો ઉપયોગ કરવામાં આવશે તેમાં ડિજીટલ આંકડા ઉપલબ્ધ થશે. તેઓએ કહ્યું કે જેટલી બારીકાઇથી વસ્તી ગણતરી થશે. તેટલી દેશના અર્થતંત્રને મજબુત કરવામાં મદદ મળશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ૨૦૧૪માં મોદી સરકાર આવી તો અમારી વિચારવાની ક્ષમતામાં પરિવર્તન આવશે. ત્યાંથી જ વસ્તીગણતરીના રજીસ્ટરનો યોગ્ય ઉપયોગ ની શરૂઆત થઇ તેનું સૌથી મોટુ ૈઉદાહરણ ઉજજવલા યોજના છે. તેના દ્વારા માલુમ પડયું છે કે અનેક ક્ષેત્રો એવા છે. જયાં ૯૩ ટકા લોકોની પાસે ગેસ નથી.ડિજીટલ રીતે જ્યારે કામ કરવામાં આવ્યું તો લોકોને ગેસ સિલિન્ડર યોગ્ય રીતે મળવા લાગ્યા.

(3:48 pm IST)