Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

થોમસ કુકે દેવાળુ ફુંકયુઃ પેકેજ લેનારા લાખો યાત્રી ફસાયા

બ્રિટનની ૧૭૮ વર્ષ જુની ટ્રાવેલ કંપનીને 'અલીગઢી તાળુ': ૨૨૦૦૦ લોકો બેકારઃ ભારતમાં કારોબારને અસર નહિ : દોઢ લાખથી વધુ પ્રવાસીઓ રામભરોસેઃ કંપનીની બધી ફલાઇટ રદઃ કંપની પાસે નાણાનો અભાવ

નવી દિલ્હી, તા.૨૩: બ્રિટનની દિગ્ગજ ટ્રાવેલ કંપની થોમસ કુકે ખુદને નાદાર જાહેર કરી દીધી. તેનાથી કંપનીના ૨૨ હજાર લોકો બેરોજગાર થઇ ગયા છે અને મુશ્કેલીમાં એ ૧.૫ લાખ યાત્રી ફસાઇ ગયા છે. જે કંપનીના પેકેજ પર વિશ્વના અલગ-અલગ ભાગોની યાત્રા પર છે. કંપનીની દરેક ઉડાનો રદ કરવામાં આવી છે ત્યારબાદ બ્રિટન સરકાર યાત્રિઓને પાછા લાવવાના પ્રયત્નોમાં ૧૭૮ વર્ષ જુની કંપનીએ કારોબારી ઘાટામાંથી ઉથરવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કર્યા. કંપનીએ દેવાળિયુ ફુંકવાથી બચવા માટે પ્રાઇવેટ રોકાણકારોને રપ કરોડ ડોલરની રકમ એકત્રિત કરવાના પ્રયત્નો કર્યા. કંપનીએ એક નિવેદનમાં કહ્યું, તમામ ગંભીર પ્રયત્નો છતા કંપનીના શેરધારકો અને લોનદાતાઓ વચ્ચે સમજુતી થઇ શકી નહી. ત્યારબાદ બોર્ડે એ નિર્ણય લીધી કે તાત્કાલીક દેવાળિયુ ફુંકાવાની પ્રક્રિયા શરૂ કરવા ઉપરાંત કોઇ રસ્તો નથી.  થોમસકુક ઇન્ડિયાએ એક નિવેદન આપીને કહ્યું છે કે તેની દરેક ટ્રાવેલ એજન્સીઓ બંધ થઇ ગઇ છે. તેના કારણે વિશ્વભરમાં ૨૨ હજાર લોકો બેરોજગાર થઇ ગયા છે. કંપનીને એ સતત છેલ્લા અનેક વર્ષથી ખોટ જઇ રહી હતી. કંપનીની સ્થાપના ૧૮૪૧માં થોમસ કુક દ્વારા કરવામાં આવી હતી. પહેલા તે બ્રિટેનમાં ઘરેલું યાત્રિઓને સેવા આપતી હતી. બાદમાં વિદેશી યાત્રાઓ કરાવા લાગી.

થોમસકુક ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે ત્યાં કંપનીની નાણાંકીય સ્થિતિ મજબુત છે. જો થોમસકુક ઇન્ડિયાનો ૭૭ ટકા ભાગ ૨૦૧૨માં કેનેડાના ગૃપ ફેયરફેકસ ફાઇનાન્શિયલ હોલ્ડિગે ખરીદી લીધી હતી. ત્યારથી થોમસકુક યુકેના થેલીસ કુક ઇન્ડિયામાં કોઇ ભાગ નથી.

કંપની ધ્વંસ થયા બાદ બ્રિટન સરકારે કંપનીના પેકેજ પર યાત્રા કરી રહેલા ૧.૫ લાખ યાત્રિઓને ફ્રીમાં પાછા લાવવા માટે વિમાનોની સેવાઓ લીધી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે થોમસ કુકના વિધ્વંશ બાદ અને તેની દરેક ઉડાનો રદ થયા બાદ યાતાયાત મંત્રી ગ્રાંટ શૈપ્સે ઘોષણા કરી છે કે સરકાર અને યુકે સિવિલ એવિએશન ઓથોરીટીએ યાત્રિકોને ફ્રિમાં પાછા લાવવા માટે ડઝનો  વિમાન ભાડે લીધા છે.

(3:35 pm IST)