Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

વાતાવરણમાં થતાં પ્રદૂષણને કારણે શરીરમાં ભારે ધાતુઓનું પ્રમાણવધ્યું : દિલ્હીના AIIMSનો રિપોર્ટ

પ્રદૂષણના લીધે હવા, પાણી, ફળ અને શાકભાજી પણ દૂષિત

નવી દિલ્હી :  પ્રદૂષણના લીધે હવા, પાણી, ફળ અને શાકભાજી પણ દૂષિત થઈ રહ્યા છે. તેના લીધે મનુષ્યના શરીરમાં હેવી મેટલ્સ એટલે કે ભારે ધાતુઓનું પ્રમાણ વધી રહ્યું છે. દિલ્હીના AIIMS (ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ)ના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

દિલ્હીના AIIMSના ઇકોટોક્સિકોલોજી લેબમાં કરવામાં આવેલા રિસર્ચથી માલુમ પડ્યું છે કે શરીરમાં રહેલાં ફ્લોરાઈડ, આર્સેનિક એન મર્કરી જેવી ધાતુની હાજરીને લીધે લોકો બીમાર પડી રહ્યાં છે. ઇકોટોક્સિકોલોજી લેબમાં પ્રથમ વખત કરવામાં આવેલા રિસર્ચમાં 200 લોકોને સામેલ કરાયા હતા, જેમાંથી 32 લોકોના શરીરમાં નુકસાનકારક કેમિકલ્સ જોવા મળ્યા હતા. આ કેમિકલ્સમાં ફ્લોરાઈડ, આર્સેનિક અને મર્કરી જેવી ધાતુઓની હાજરી જોવા મળી હતી.

AIIMSના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરીયા જણાવે છે કે, હવાના પ્રદૂષણને લીધે શરીરમાં હાનિકારક અને ખતરનાક કેમિકલ્સ અને ધાતુઓની માત્રામાં વધારો જોવા મળે છે. પ્રદૂષણનાં વધતાં જતાં સ્તરને લીધે નવજાત શિશુઓની ગર્ભનાળીનાં લોહીમાં પેસ્ટિસાઇડ્સ (કિટનાશક) જોવા મળ્યાં હતાં. એટલે કે આવનારી પેઢી જન્મ લેતાં પહેલાં જ કેમિકલ્સને કારણે બીમારીઓનો શિકાર બનશે.

AIIMSના ઇકોટોક્સિકોલોજી વિભાગના અધ્યક્ષ ડો. એ શરીફ જણાવે છે કે, 'ફેકટરીઓમાંથી નીકળતાં પ્રદૂષિત અને ઝેરી પાણીમાં ઉગાડવામાં આવેલી શાકભાજીઓનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર પડે છે. ખેતરોમાં ઉગતી પેસ્ટિસાઇડ્સનો છંટકાવ કરેલી શાકભાજી ખાવાથી પણ સ્વાસ્થ્યને નુકસાન થાય છે. પેસ્ટિસાઇડ્સનો છંટકાવ કરેલી શાકભાજી અને ફળ ખાવાથી કેન્સર અને કિડનીની બીમારીઓ થવાનું જોખમ રહેલું છે

(1:01 pm IST)