Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

પાકિસ્તાન નહિ સુધરે : નાક જ નથી

બાલાકોટ આતંકી શિબિર ફરી ધમધમીઃ ૫૦૦ નાલાયકો ઘુસણખોરીની તૈયારીમાં

સેના પ્રમુખ બિપિન રાવતનો ધડાકો : બાલાકોટ કરતાં પણ મોટી સ્ટ્રાઇક કરવી પડશે : સીમા પર સૈન્ય એલર્ટ મોડમાં

નવી દિલ્હી,તા.૨૩:સેના પ્રમુખ  જનરલ બિપિન રાવતે  મોટું નિવેદન આપ્યું છે. આર્મી ચીફે કહ્યું કે બાલાકોટમાં આતંકીઓ ફરીથી સક્રિય થઈ ગયા છે. અત્રે જણાવવાનું કે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ૪૦ જેટલા સીઆરપીએફના જવાનોની શહાદતનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકવાદી શિબિરો પર એર સ્ટ્રાઈક કરી હતી.

સેના પ્રમુખે કહ્યું કે તમે એવું કેમ વિચારો છો કે ફરીથી એવી જ કાર્યવાહી  થશે. સરહદપારના લોકોને પણ એ વિચારવા દો કે આપણે શું કરવા જઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓની ઘૂસણખોરી માટે યુદ્ઘવિરામનો ભંગ કર્યા કરે છે. અમે સંઘર્ષવિરામના ભંગને કેવી રીતે પહોંચી વળવું તે જાણીએ છીએ. અમારા સૈનિકોને ખબર છે કે કઈ રીતે કાર્યવાહી કરવાની છે. અમે સતર્ક છીએ અને એ સુનિશ્યિત કરીશું કે દ્યૂસણખોરીને નિષ્ફળ કરાય. સેના પ્રમુખે કહ્યું કે ઓછામાં ઓછા ૫૦૦ આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં છે.

આર્મી ચીફે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં આતંકીઓ અને પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ વચ્ચે કોમ્યુનિકેશન બંધ છે પરંતુ વ્યકિત-વ્યકિત વચ્ચે સંપર્ક બનેલો છે. સરહદો પર નિવેદન આપતા તેમણે કહ્યું કે આપણા ઉત્ત્।ર અને પશ્યિમમાં જે દેશો છે તેમની સાથેના સંબંધો બહુ સારા નથી, ખાસ કરીને પશ્યિમ ક્ષેત્રમાં. એ જરૂરી છે કે આપણી સેનામાં જે નેતૃત્વ હોય તે આપણી સેનાનું નેતૃત્વ કરવા માટે કાબિલ હોય. તેમનામાં જોશ અને જુસ્સો હોવો જરૂરી છે. જંગમાં કોઈ રનર નથી હોતું ફકત જીત દેખાય છે. આપણને ફોલો મી વાળા લોકોને જરૂર છે. પરાજયને કોઈ પૂછતું નથી. યુદ્ઘમાં ફકત વિજયને જ યાદ રખાય છે.

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે સરહદે પર જારી તણાવ વચ્ચે મોટુ નિવેદન આપ્યું છે. સેના પ્રમુખે કહ્યું છે કે અમારી ઉત્ત્।ર અને પશ્યિમી સરહદ પર તણાવ છે. સેના પ્રમુખે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર બંને દેશ પર નિશાન સાધ્યું.

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે યુધ્ધમાં કોઇ ઉપવિજેતા નથી હોતું, માત્ર જીત હોય છે. આપણે સેનામાં એવા લીડર્સની જરૂરિયાત છે, જે કહે કે મને ફોલો કરો, પરંતુ આગળ વધો. સેના પ્રમુખે કહ્યું કે ભવિષ્યમાં સાઇબર યુધ્ધ થશે અને આપણે એવા લીડર્સની જરૂરિયાત છે જો તેના પર નિર્ણય લઇ શકે.

સેના પ્રમુખે કહ્યું કે બધા દેશોએ પોતાની સરહદને સુરક્ષિત રાખવી પડશે. આપણી પાસે ઉત્ત્।ર અને પશ્યિમ મોરચા પર દ્યણી બધી મોટી સરહદ છે. આપણે એ સુનિશ્યિત કરવું જોઇએ કે ઘૂસણખોરી ન થાય. આપણા પશ્યિમનો પાડોશી દેશ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે, જમ્મૂ-કાશ્મીરમાં હિંસા ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

(3:34 pm IST)