Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

આસારામને મોટો ઝટકો : હવે જેલમાં જ રહેવું પડશે : સજા પર રોક લાગવાની અરજી જોધપુર કોર્ટે ફગાવી

દુષ્કર્મના આરોપી આસારામને જોધપુરની કોર્ટે મોટો ઝાટકો આપ્યો

રાજસ્થાનના જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ દુષ્કર્મના આરોપી આસારામને જોધપુરની કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. કોર્ટમાં આસારામની સજા પર રોક લગાવવાની અરજી અંગે સુનાવણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે આસારામની આ અરજીને ફગાવી છે. કોર્ટમાં જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ વિનીત કુમાર માથુરે આસારામની સજા પર રોક લગાવવા ઇનકાર કર્યો.હતો  જેથી આસારામને હવે જેલમાં જ રહેવુ પડશે.

  આસારામને દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જેથી આ મામલે એસસી-એસટી કોર્ટના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જેથી આસારામના વકીલ શ્રીએશ ગુપ્તા અને પ્રદીપ ચૌધરી કોર્ટમાં દલીલ કરી રહ્યા છે.

(12:23 pm IST)