Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

'સરકાર આદેશ આપે અમે POK મેળવવા તૈયાર છીએ : આર્મી ચીફ બિપીન રાવતનું મોટું નિવેદન

અમે એરસ્ટ્રાઈકને ફરીવાર રિપીટ શા માટે કરીએ ? સેના તમામ પ્રકારના પડકારનો સામનો કરવા તૈયાર છે.

નવી દિલ્હી : આર્મી ચીફ જનરલ બિપીન રાવતે કહ્યુ કે, પાકિસ્તાન સતત જમ્મુ કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. ભારતીય સેના પાકિસ્તાનના ફાયરિંગને વળતો જવાબ આપવાનું સારી રીતે જાણે છે. પાકિસ્તાને ફરીવાર બાલાકોટમાં આતંકવાદીઓના કેમ્પ શરૂ કર્યા છે. આ કેમ્પ પર ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી હતી. અને જૈશના અનેક આતંકવાદીઓને ઠાર કર્યા હતા

 . આર્મી ચીફને સવાલ કરવામાં આવ્યો કે, ભારતીય વાયુસેના ફરીવાર એરસ્ટ્રાઈક કરશે. તેના જવાબમાં તેમણે જણાવ્યુ હતુ કે, અમે એરસ્ટ્રાઈકને ફરીવાર રિપીટ શા માટે કરીએ. પાકિસ્તાનને કયાસ લગાવવા હોય તો લગાવવા દો. આ પહેલા તેમણે પીઓકે અંગે મહત્વનું નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, અમે પીઓકે મેળવવા તૈયાર છીએ. અમને સરકાર આદેશ આપશે તો સેના તમામ પ્રકારના પડકારનો સામનો કરવા તૈયાર છે.

પાકિસ્તાને પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો, જે બાદ વળતો જવાબ આપવા માટે ભારતીય એરફોર્સે બાલાકોટમાં હવાઇ હુમલા કર્યા હતા અને જૈશ-એ-મોહમ્મદના કેમ્પોનો ખાતમો બોલાવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહીને સાત મહિના વીતી ગયા છે ત્યારે એવા અહેવાલો છે કે ફરી અહીં આતંકીઓના કેમ્પો શરૂ થઇ ગયા છે અને આતંકીઓને તાલિમ આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

(12:22 pm IST)