Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

કાલથી દિલ્હીમાં પૂ.મોરારીબાપુની રામકથાઃ રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન

બુધવારે સર્વધર્મ સંગમ કાર્યક્રમમાં ધર્મગુરૂઓ પ્રવચન આપશેઃ સજ્જડ સુરક્ષા વ્યવસ્થા

 જામનગર તા. ર૩ :.. કાલે તા. ર૪ ને મંગળવારથી તા. ર ઓકટોબર સુધી દિલ્હીમાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામકથાનું આયોજન કરાયું છે.

કાલે મંગળવારે સાંજે ૪ વાગ્યે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના હસ્તે શ્રીરામ કથાનું દિપ પ્રાગટય કરવામાાં આવશે. પ્રથમ દિવસે પૂ. મોરારીબાપુ સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી શ્રીરામ કથાનું રસપાન કરાવશે.

જયારે તા. રપ સપ્ટેમ્બરથી તા. ર ઓકટોમ્બર સુધી હરિજન સેવક સંઘ (ગાંધી આશ્રમ), કિંગ્સવે કેમ્પ, ધાકા કા ચોક પાસે, મહર્ષિ વાલ્મીકી આશ્રમ, નવી દિલ્હી ખાતે દરરોજ સવારનાં ૯.૩૦ થી ૧.૩૦ દરમિયાન શ્રી મોરારીબાપુ શ્રીરામ કથાનું રસપાન કરાવશે.

શ્રીરામ કથાનું આસ્થા ચેનલ ઉપર લાઇવ પ્રસારણ કરાશે. આ કથાનું નામ પૂ. મોરારીબાપુ દ્વારા 'માનસ હરિજન' અપાયું છે. જયારે તા. રપ ને બુધવારે સર્વ ધર્મ સંગમ  કાર્યક્રમ યોજાશે. જેમાં પૂ. દલાઇલામા, પૂ. રામદેવજી મહારાજ, અરશદ મદની, સહિત હિન્દુ - મુસ્લિમ સહિત ધર્મગુરૂઓ ઉપસ્થિત રહેશે.

ર૪મી સપ્ટેમ્બરની રામકથાનું ઉદઘાટન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી કરવાના હોવાથી, રાષ્ટ્રપતિ ભવનના સુરક્ષા વિભાગ દ્વારા છેલ્લી ઘડીએ ઘણા બધા ફેરફારો કર્યા છે.

૯ દિવસની કથા માટે ગાંધીવાદી મહેમાનો અને તેમના મહાનુભાવો સિવાય કોઇ સ્પેશ્યલ બેઠક વ્યવસ્થા નથી કરાઇ તથા કોઇ પાસ સીસ્ટમ નથી પણ ર૪ તારીખે મોડામાં ૩ વાગ્યા સુધીમાં પોતાની બેઠક મેળવી લેવા વિનંતી જેથી તેમને છેલ્લી મીનીટે અગવડ ન પડે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તમારા ફોટો આઇડી અને મોબાઇલ સિવાય કોઇ બેગ અથવા કિંમતી સામાન કથાના પહેલા દિવસે ન લાવવા વિનંતી.

રામકથાના પહેલા દિવસે રાષ્ટ્રપતિ જેવા અહી આવવા માટે રાષ્ટ્રપતિ ભવન છોડશે ત્યારથી માંડીને રામકથાના સ્થળથી રાષ્ટ્રપતિ ભવન જવા માટે નિકળશે તે દરમ્યાન ટ્રાફીક અને સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણ રીતે સુરક્ષા કર્મચારીઓના અને પોલીસના હાથમાં રહેશે અને કોઇ પણ પ્રકારની વિનંતી સાંભળવામાં નહીં આવે.

રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવનથી નિકળે ત્યાં સુધી રામકથાના પંડાલમાં આવત ાકોઇને ન રોકવામાં આવે ફકત ર૪ તારીખે રાષ્ટ્રપતિની મુલાકાત વખતે વ્યાસ પીઠની સામેનો ભાગ રાષ્ટ્રપતિ અને તેમની સાથેના લોકો માટેકોર્ડન કરવામાં આવશે.

આપ સર્વેને સતાવાળાઓને સહકાર આપીને અગવડથી બચવા વિનંતી.

કાર માટેના કોઇ પાસ નથી પણ હરિજન સેવક સંઘના પંડાલ સામે પુરતુ કાર પાર્કિંગ રાખવામાં આવેલ છે ત્યાં કાર પાર્ક કરીને ચાલતા મંડપ આવવા દરેકને વિનંતી તમારી કારને મહેરબાની કરીને ખોટી જગ્યાએ અથવા રોડ પર ન રાખવી જેથી ટ્રાફીકની અવર જવરમાં મૂશ્કેલી ન પડે અને પોલીસ દ્વારા કારને ડીટેઇન થતી બચાવી શકાશે.

(11:54 am IST)
  • પોરબંદર બંદરે ત્રણ નંબરનું સિંગ્નલ લગાડયું : માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના : સુરક્ષા એજન્સીઓને સતર્ક કરાઈ : આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવવાની શકયતા access_time 6:42 pm IST

  • દિલ્હી અને ગ્રેટર નોઈડામાં પોલીસ અથડામણ : ઈનામી આરોપી સહીત બે ઝડપાયા : ગ્રેટર નોઇડ્સમાં 25 હજારના ઈનામી બદમાશ મનીષની ધરપકડ : દિલ્હીના કૈર ગામમાં નંદુ ગેંગ સાથે પોલીસની અથડામણ access_time 1:05 am IST

  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST