Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ન્યુયોર્ક જવા રવાના થયા મોદી : સંયુકત રાષ્ટ્ર શીખર સંમેલનમાં થશે સામેલ

કલાઇમેટ ચેન્જ સમિટને સંબોધન કરશે : ત્રાસવાદ મુદ્દે અનેક નેતાઓ સાથે કરશે મુલાકાત

 વોશિંગ્ટન,તા.૨૩:હ્યુસ્ટનમાં Howdy Modi ને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી ન્યૂયોર્ક જવા રવાના થયા છે. અહીં તેઓ જળવાયુ પરિવર્તન પર સંયુકત રાષ્ટ્રના મહાસચિવ શિખર સંમેલનમાં ભાગ લેશે અને સમિટને સંબોધિત કરશે. અહીં તેઓ આતંકવાદના મુદ્દા પર અનેક દેશના નેતાઓ સાથે વાત કરશે. ત્યારબાદ તેઓ અમેરિકી કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ૨૧દ્મક ૨૭ સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે. આ સમયે પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સાથે બેઠક કરશે અને સંયુકત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સંમેલનને પણ સંબોધિત કરશે.

૨૩ સપ્ટેમ્બરે પીએમ મોદી કલાઈમેટ સમિટને સંબોધિત કરશે, તેઓ આતંકવાદના મુદ્દા પર અનેક દેશોના નેતાઓને મળશે. ત્યારબાદ તેઓ અમેરિકી કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. ૨૪ સપ્ટેમ્બર યૂએનએસજીની તરફથી લંચમાં ભાગ લેશે. આ પછી તેઓ મહાત્મા ગાંધીની ૧૫૦મી વર્ષગાંઠને લઈને આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદીને ગેટ્સ ફાઉન્ડેશનની તરફથી ગ્લોબલ ગોલ કીપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સાથે પીએમ મોદી બ્લૂમબર્ગના સીઈઓ સાથે મુલાકાત પણ કરશે.

૨૫ સપ્ટેમ્બરે પીએમ મોદી કૈરિકોમની બેઠકમાં ભાગ લેશે. જયાં ડોનાલ્ડ ટ્રંપ સહિત ૨૦ નેતાઓની મુલાકાત કરશે. અહીં કેટલીક ખાસ વાતચીતની શકયતા રાખવામાં આવી રહી છે.

૨૭ સપ્ટેમ્બર અમેરિકી પ્રવાસના અંતિમ દિવસે પીએમ મોદી યૂએનજીએ સેશનને સંબોધિત કરશે.

(11:35 am IST)