Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

રાજસ્થાનમાં કારમાં પરિવારનો ફોટો લગાવવો ફરજિયાત બનશે

ગેહલોત સરકાર નવો નિયમ લાગુ કરશે

જયપુર તા ૨૩  :  વધી રહેલા રોડ-એકસિડન્ટ પર નિયંત્રણ મેળવવા માટે કેન્દ્ર સરકારે નવા મોટર વાહનનો કાયદો અમલમાં મૂકયો છે, તો એની સાથોસાથ રાજયસરકારો પણ આ પ્રકારની દુર્ઘટનાઓનું પ્રમાણ ઓછુ કરવાના પ્રયત્નમાં કાર્યરત છે. આની હેઠળ રાજસ્થાનમાં ગેહલોત સરકાર એક નવો નિયમ લાગુ કરવા જઇ રહી છે. આ નિયમ લાગુ કર્યાની સાથે જ દરેક ફોર વ્હીલમાં જે તે વાહનચાલકે તેના પરિવારનો ફોટો લગાવવો ફરજિયાત બનશે.

રાજય સરકાર શરૂઆતમાં સરકારી વાહનો માટે આ કાયદો લાગુ કરી નવા પ્રયોગની શરૂઆત કરશે, જે પછી ખાનગી વાહનો માટે પણ આ નિયમ ફરજિયાત બનાવવામાં આવશે. રાજયના પરિવહન પ્રધાન પ્રતાપસિંંહનું કહેવું છે કે રોડ-અકસ્માતમાં થનારાં મોતની સંખ્યાથી રાજય સરકાર ચિંતીત છે. રાજસ્થાન સરકારનું માનવું છે કે મોટાભાગના રોડ-અકસ્માત વાહનચાલકની બે જવાબદારીથી થાય છે.

(11:30 am IST)