Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

શિમલામાં સફરજનથી મોંધી ડુંગળી : ભાવ આસમાને

ડુંગળીના ભાવ કિલો રૂ. ૮૦ થી ૯૦: હજુ પણ વધવાની શકયતા

શિમલા,તા.૨૩: હિલ્સકવીન શિમલામાં હાલમાં સફરજનથી મોંધી ડુંગળી વેચાઇ  રહી છે. છેલ્લા ૧૫ દિવસોમાં સફરજનના ભાવોમાં ૬૦ રૂપિયા પ્રતિકિલોનો ઘટોડો થયો છે. ૧૦૦ થી ૧૨૦ રૂપિયા પ્રતિકિલો વેચાઇ રહેલા સફરજન હવે ૪૦ થી ૫૦ રૂપિયા પ્રતિકિલો વેચાઇ  રહ્યા છે. ડુંગળીના ભાવ છેલ્લા ૧૫ દિવસમાં બે ગણાં વધી ગયા છે. ૧૫ દિવસ પહેલા ૩૦ રૂપિયા કિલો વેચાઇ રહેલી ડુંગળી હવે ૬૦ રૂપિયા કિલો વેચાઇ રહી છે. સફરજન સસ્તા હોવાથી જ્યાં સામાન્ય લોકો સુધી પહોંચી ગયા છે. તો .બીજી બાજુ ડુંગળીની કિંમતો સતત વધી રહી છે. તેને સામાન્ય લોકોની દુર કરવામાં આવી છે.

જો સરકાર આ મુદ્દે કોઇ પગલાં નહિ લે તો દિવાળીએ ડુંગળીના ભાવ એક કિલોના રૂ.૧૦૦ની સપાટીએ પહોંચી જશે બીજી તરફ સરકારે ૨૦૦૦ ટન ડુંગળી આયાત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે આ જથ્થો નવેમ્બરમાં આવશે તેમ જણાવાય છે. મહારાષ્ટ્રના લાંસલગાવ સહિતના વિસ્તારમાંથી ૪૫૦૦૦ ટન ડુંગળી અને ગુજરાતમાંથી ૫૦૦૦ ટન ડુંગળી ગત એપ્રિલ બાદ ધી નેશનલ એગ્રીકલ્ચરલ કો.ઓ.માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (નાફેડ) દ્વારા ખરીદવામાં આવી હતી.

ડુંગળીના ભારતની કુલ કૃષિ પેદાશમાં હિસ્સો ૧ ટકા કરતાં પણ ઓછો રહે છે. બીજી તરફ સરેરાશ ભારતીય માસિક ૮૦૦ ગ્રામ કરતાં પણ ઓછી ડુંગળીનો વપરાશ કરે છે. મહારાષ્ટ્ર અને દ.ભારતમાં ભારે વરસાદના પગલે ચાલુ માસ સપ્ટેમ્બર સુધી ડુંગળીનો પૂરવઠો ઓછો રહ્યો હતો.

ચીન પછી ભારત ડુંગળીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારત પોતાની જરૂરીયાત કરતાં વધુ ઉત્પાદન કરતું હોવાથી ૧૦ ટકા ઉત્પાદન જો હવામાન પ્રતિકૂળ ન હોય તો નિકાસ થાય છે.જોકે ભારતે હવે આયાત કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

દેશના ઉત્ત્।ર, મધ્ય અને પશ્યિમ ભારતમાં ખોરાકમાં ડુંગળીનો વધુ ઉપયોગ થતો હોય છે. જે રીતે બંગાળમાં માછલી, દ.ભારતમાં મીઠો લીમડો અને કોપરાનો ઉપયોગ થાય છે તેમ ડુંગળીનો ઉપયોગ આ રાજયોમાં થતો હોય છે. ઉપમા હોય કે બટાકા પૌઆં તેમાં પણ ડુંગળી હોય જ. લસણની માફક ષધિય રીતે પણ ડુંગળીનો ઉપયોગ થતો હોય છે.

(11:26 am IST)