Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

હ્યસ્ટનમાં હાઉડી મોદી

આતંકવાદ સામે હવે નિર્ણાયક લડાઇ લડવાનો સમય

આતંક વિરૂધ્ધની લડાઇમાં ટ્રમ્પ ભારતની સાથે : જે લોકોથી પોતાનો દેશ સચવાતો નથી તેમને કલમ ૩૭૦ સામે વાંધો છેઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઉપસ્થિતિમાં યોજાયો ઐતિહાસિક સમારોહઃ પ૦,૦૦૦થી વધુ લોકોની ઉપસ્થિતિ

હ્યુસ્ટન, તા.૨૩: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે અહિંના એનઆરજી સ્ટેડીયમમાં ઉત્સાહિત ૫૦,૦૦૦ લોકો અને અમેરિમકાના રાષ્ટ્રપતિ ડોનાલડ ટ્રમ્પની હાજરીમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયથી ખળભળી ઉઠેલ. પાકિસ્તાન ઉપર આકરો પ્રહાર કર્યો હતો. અમેરિકી ભૂમિ પરથી વડાપ્રધાન, પાક વડાપ્રધાન ઇમરાન ખાનની ટીકા કરતાં કહ્યું હતું કે કેટલાક લોકો એવા છે જેમને કલમ ૩૭૦ સામે વાંધો છે. જેમનાથી પોતાનો દેશ સંભાળી શકાતો નથી એ એવા લોક છે જેઓ અશાંતિ ઇચ્છે છે, આતંકના સમર્થક છે, આતંકને પંપાળે છે, પ્રોત્સાહન આપે છે તેમને સમગ્ર વિશ્વ ઓળખે છે. આમ લોકોએ ભારત પ્રત્યે નફરતને જ પોતાની રાજનીતિનું કેન્દ્ર બતાવ્યુ છે. પાકિસ્તાનનું નામ લીધા વગર પ્રહાર કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે અમેરિકામાં ૯/૧૧ હોય કે પછી ભારતમાં ૨૬/૧૧ હોય તેના ષડયંત્રકારો કયાંથી મળી આવે છે. તેમણે આતંકવાદ વિરૂધ્ધ વૈશ્વિક રીતે આગળ આવવાની અપીલ કરતાં કહ્યું હતુ કે હવે સમય આવી ગયો છે કે  આતંકવાદ વિરૂધ્ધ અને આતંકવાદને પ્રોત્સાહન આપનારા વિરૂધ્ધ નિર્ણયો લડાઇ લડવામાં આવે તેમણે કહ્યું હતું કે આતંક વિરૂધ્ધ ટ્રમ્પ આપણી સાથે છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ઘણું બધું થઈ રહ્યું છે અને દ્યણું બધું બદલાઈ રહ્યું છે. અમે દ્યણાં પડકારનો સામનો કરીશું અને ખતમ પણ કરીશું એવી અમારી જિદ છે. તે ભાવનાઓ પર મેં એક કવિતા લખી હતી, 'વો જો મુશ્કિલો કા અંબાર હે, વહી તો મેરે હોસલોં કી મીનાર હે'

પીએમ મોદીએ ભારત અને અમેરિકાના સંબંધોની કહાણી સંભળાવી, તેમણે દુનિયા માટે બંને દેશોના સંબંધને મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે અમે અહીં નવી હિસ્ટ્રી અને કેમેસ્ટ્રી રચાતી જોઈ રહ્યા છીએ. એનઆરજી સ્ટેડિયમની આ એનર્જી ભારત અને અમેરિકાની વચ્ચે વધે રહેલી સિનર્જીની સાક્ષી છે. પીએમ મોદીએ કહ્યું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું અહીં આવવું અને અમેરિકાની મહાન ડેમોક્રેસીના વિવિધ પ્રતિનિધિઓનું અહીં આવવું તે ભારતના ૧.૩ અરબ લોકોનું સન્માન છે.

આ વર્ષે જયારે ભારત મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિ મનાવશે તો દેશમાં ખુલ્લામાં શૌચ જોવા નહીં મળે. પીએમ મોદીએ કહ્યું કે અમે સારી યોજનાઓને અપનાવી છે અને અડચણ ઊભી કરી રહેલી ચીજવસ્તુઓને વિદાય આપી છે. અમે દેશમાં જીએસટી લાગુ કર્યો છે.

દેશની સામે ૭૦ વર્ષથી આર્ટિકલ ૩૭૦ એક મોટો પડકાર હતો, જેને ભારતે વિદાય આપી છે. તેમણે કહ્યું કે આ અનુચ્છેદના કારણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોનો વિકાસ અને સમાન અધિકાર વંચિત રહ્યા હતા. જેનો લાભ આતંકવાદ અને અલગાવવાદ વધારનારી તાકાતો ઉઠાવી રહી હતી. હવે ભારતના બંધારણના તમામ અધિકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને મળશે. ત્યાંની મહિલાઓ, બાળકો અને દલિતોની સાથે થઈ રહેલો ભેદભાવ ખતમ થઈ ગયો છે.

તેમણે કહ્યું કે અમે ૭૦ વર્ષ જુની અડચણને વિદાય આપી દીધી. તેમણે કહ્યું કે અમારી સંસદના બંને ગૃહમાં કલાકો સુધી તેની ચર્ચા થઇ. ભારતમાં અમારી પાર્ટીની પાસે ઉચ્ચ સદનમાં બહુમત નથી. ત્યારબાદ પણ તેની સાથે જોડાયેલ નિર્ણય બે તૃતયાંશ બહુમતીથી પસાર થયો. તેમણે ઇવેન્ટમાં હાજર લોકોને કહ્યું કે હું તમને બધાને આગ્રહ કરૂ છું કે હિન્દુસ્તાનના તમામ સાંસદો માટે સ્ટેન્ડિંગ ઓવેશન થઇ જાય. તેમના આ આગ્રહ બાદ લોકો ઉભા થયા અને કયાંય સુધી સ્ટેડિયમ તાળીઓના ગડગડાથી ગૂંજતું રહ્યું.

દેશની સામે ૭૦ વર્ષથી કલમ ૩૭૦ એક મોટી ચેલેન્જ હતી, જેને ભારતે ફેરવેલ આપી દીધી છે. તેમણે કહ્યું કે આ કલમે જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકોનો વિકાસ અને સમાન અધિકારથી વંચિત રાખ્યા હતા. તેનો લાભ આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહિત કરતા હતા. હવે ભારતના સંવિધાનના તમામ અધિકાર જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકોને પણ મળશે. ત્યાંની મહિલાઓ, બાળકો અને દલિતોની સાથે થઇ રહેલા ભેદભાવ ખત્મ થઇ ગયા છે.

પીએમ મોદીએ કહ્યું તમે જયારે કહો છો કે હાઉડી મોદી તો મારો જવાબ એ છે કે ભારતમાં બધુ બરાબર છે. સબ ચંગા સી. એટલું જ નહીં પીેએમ નરેન્દ્રભાઇ મોદીએ તામિલ, ગુજરાતી, બાંગ્લા સહિત કેટલીક ભાષાઓમાં તેને દોહરાવ્યું. પીએમ મોદીએ કહ્યું કે અમારા અમેરિકન સાથીઓને આશ્ચર્ય થઇ રહ્યું હશે કે હું શું બોલું છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ અને અમેરિકન મિત્રો મેં એટલું જ કહ્યું છે, બધું સારૂ છે.

(10:46 am IST)