Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

નવરાત્રીમાં કટારમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

દરવાજાના નિર્માણ માટે ત્રણ મહિનાનો લાગ્યો સમય

નવી દિલ્હી : નવરાત્રી દરમ્યાન કટરામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાના દરવાજા લગાવવામાં આવશે. આ પહેલા ગુફાના દરવાજા સંગમરમરના હતા.

શ્રાઈન બોર્ડની નવી ડોનેશન પોલીસી હેઠળ ગુફાના દરવાજા સોનાના બનાવવામાં આવી રહ્યા છે. આ દરવાજાના નિર્માણ માટે ત્રણ માસનો સમય લાગ્યો છે.

શ્રાઈન બોર્ડે મંદિરના દરવાજાની જવાબદારી મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર અને દિલ્હીના ઝંડેવાલાન મંદિરની નક્શી કરનાર કારીગરોને સોંપી હતી. મંદિરના પૂજારી દરરોજ ગુફામાં માતા વૈષ્ણોદેવીની પૂજા કરે છે. જ્યારે આ ગુફાને શિયાળામાં ખોલવામાં આવે છે.

(12:00 am IST)