Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

હાઉડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુપર પાવર બધા દેશોએ જોયો

સમગ્ર હ્યુસ્ટન શહેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રંગમાં રંગાયુ : ભારતીયો ગર્વથી ઝુમ્યા : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેમેસ્ટ્રીથી તમામ લોકો પ્રભાવિત રંગારંગ કાર્યક્રમમાં વિવિધ કલાઓના દર્શન : બંને દેશોના સંબંધ વધુ મજબૂત

હ્યુસ્ટન, તા.૨૨ : અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં હાઉડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપરપાવર આજે બતાવ્યો હતો. જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે હાઈ પ્રોફાઇલ અને હોઇવોલ્ટેજ હાઉડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ શરૂ થતાં સમગ્ર હ્યુસ્ટન શહેર મોદીમય બન્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતીય સમુદાયના લોકોથી એનઆરજી સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. દુનિયાના સૌથી મોટા કાર્યક્રમ તરીકે આને જોવામાં આવે છે. એનઆરજી સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકો અને ટીવી ઉપર નિહાળી રહેલા કરોડો લોકો આ કાર્યક્રમને લઇને ગર્વથી ઝુમી ઉઠ્યા હતા.

                   વહેલી પરોઢ સુધી આ કાર્યક્રમ ચાલનાર છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણો સમય ગાળનાર છે. ભારતીય સમુદાયના કલાકારોએ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલા જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની વાત કરી હતી. ઇવેન્ટ માટે ખાસરીતે ડોનાલ્ડ ટ્રમ્પ હ્યુસ્ટન પહોંચ્યા હતા. તેમના ભાષણ ઉપર પણ તમામ લોકોની નજર કેન્દ્રિત રહી છે. કાર્યક્રમની શરૂઆત થયા બાદથી જ કેન્દ્રીયમંત્રીઓએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પ્રોફાઇલ બદલ્યા હતા અને પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. દ્વિપક્ષીય સંબંધોમાં એક નવા યુગની શરૂઆત થઇ રહી છે. અમેરિકાના ૫૦થી વધુ સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. નિર્ધારિત સમય કરતા થોડાક મોડેથી આ કાર્યક્રમની શરૂઆત થઇ હતી.

             ટ્રમ્પ મેરિલેન્ડથી મોડેથી રવાના થયા બાદ સ્થળ ઉપર પહોંચ્યા હતા. હાઉડી કાર્યક્રમને લઇને કેન્દ્રીયમંત્રીઓ પણ ભારતમાં ઉત્સાહિત દેખાયા હતા. પોતાના પ્રોફાઇલ ફોટા બદલ્યા હતા. કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ પ્રોફાઇલ ફોટા બદલ્યા હતા. આ કાર્યક્રમને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારી ચાલી રહી હતી. પ્રતિનિધિમંડળની સાથે ટ્રમ્પ મોડેથી પહોંચ્યા હતા. તે પહેલા અત્રે નોંધનીય છે કે, કાર્યક્રમ પહેલા કાશ્મીરી પંડિત સમુદાયના એક પ્રતિનિધિ મંડળે હ્યુસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને મળીને વિવિધ મુદ્દા ઉપર રજૂઆત કરી હતી. કાશ્મીરી પંડિતોએ જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ને દૂર કરવાના ઐતિહાસિક નિર્ણય લેવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર  મોદીનો આભાર માન્યો હતો. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ ખાતરી આપી હતી કે, કાશ્મીરી પંડિતોના હિતમાં જે કંઇપણ પગલા લેવાની જરૂર હશે તે લેવામાં આવશે.

             વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કાશ્મીરી પંડિતોને કહ્યું હતું કે, કાશ્મીરી પંડિતોના લોકો ખુબ પીડા ઉઠાવી ચુક્યા છે. હવે સાથે મળીને નવા કાશ્મીરની રચના કરવા માટે અમે આગળ વધી રહ્યા છે. ૧૯૮૯-૯૦ના દશકમાં આતંકવાદી ગતિવિધિ ચરમસીમા પર હતી ત્યારે પ્રાચીન ઘરઆંગણેની જમીનથી મજબૂરીમાં નિકળીને કાશ્મીરી પંડિતોના સમુદાયના મોટી સંખ્યામાં લોકો હિઝરત કરી ગયા હતા. પંડિતોને ભારે પીડા ઉઠાવવી પડી હતી પરંતુ હવે વિશ્વ બદલાઈ રહ્યું છે. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની એનર્જી સીટી ગણાતા હ્યુસ્ટનમાં આજે ઓઇલ ક્ષેત્રની અનેક કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી હતી. એનર્જી સેક્ટરમાં ટોપ સીઈઓ સાથે બેઠકમાં જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી હતી. ઉર્જાના ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે સહકારને વિસ્તરણ આપવાના ઉદ્દેશ્યથી આ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ભારતીય કંપની પેટ્રોનેટ અને અમેરિકાની કંપની ટેલ્યુરિયન વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતિ થઇ હતી.

હ્યુસ્ટન  મોદીમય બન્યુ..

*   અમેરિકન શહેર હ્યુસ્ટન હાઉડી મોદી કાર્યક્રમના રંગમાં રંગાયુ

*   એનઆરજી સ્ટેડિયમમાં ૫૦૦૦૦થી પણ વધુ લોકો ઉપસ્થિત

*   કરોડો લોકોએ ટીવી પર હાઈપ્રોફાઇલ કાર્યક્રમને નિહાળ્યો

*   વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ એક મંચ પર દેખાતા વિશ્વમાં છવાયા

*   વિશ્વના દેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુપર પાવરથી પ્રભાવિત

*   વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના સમર્થનમાં ટ્વિટર એકાઉન્ટના પ્રોફાઇલ પ્રધાનોએ બદલ્યા

*   હાઉડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમની શરૂઆત રંગારંગ કાર્યક્રમો વચ્ચે થઇ

*   ૫૦થી વધુ અમેરિકી સાંસદો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત

*   અમેરિકી પ્રમુખ ટ્રમ્પ પણ કાર્યક્રમને લઇને ઉત્સુક દેખાયા

*    જુદા જુદા કલાકારોએ કાર્યક્રમથી તમામને રોમાંચિત કર્યા

(12:00 am IST)
  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST

  • કાલથી કેરળમાં મધ્યમ - ભારે વરસાદ : અપર લેવલ એકટીવ સરકયુલેશન અને લો લેવલ હિલચાલના પગલે આગામી કેટલાક દિવસો (૨૪-૨૫ સપ્ટેમ્બર) સુધી કેરળમાં મધ્યમથી ભારે વરસાદની ખાનગી વેધર ચેનલે આગાહી કરી છે : ગાજવીજ સાથે બેંગ્લોર અને તામિલનાડુમાં વરસાદ પડવા સંભવ access_time 6:32 pm IST

  • ઉતકલ એક્સપ્રેસમાં બોમ્બની અફવાથી ખળભળાટ : ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડ દ્વારા બે કલાક સુધી ટ્રેનમાં સઘન ચેકીંગ : આખી ટ્રેનને ખાલી કરાવાઈ : યાત્રીઓમાં ભયનો માહોલ access_time 1:03 am IST