Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

ચૂંટણી તો પટના સાહેબથી જ લડીશ,સ્થિતિ અલગ હોઇ શકે છે : શત્રુઘ્ન સિન્હાનો હુંકાર

આ લોકશાહીની લડાઇ છે. તેમાં કોઇ પણ ઉમેદવારનું સ્વાગત કરૂ છું.

પટના :ભાજપમાંથી ટિકિટ કપાય તેવા હેવાલો વચ્ચે સાંસદ શત્રુઘ્નસિંહાએ હુંકાર કરતા જણાવ્યું કે, ચૂંટણી પટના સાહેબથી જ લડશે પાર્ટી અલગ હોઇ શકે છે

   લોકસભા ચૂંટણી 2019ના મુદ્દે બિહારમાં પટના સાહિબના હાલના સાંસદ તથા ભાજપ નેતા શત્રુઘ્ન સિન્હાની ટિકિટ કપાઇ હોવાનાં સમાચારો આવી રહ્યા છે.ત્યારે શત્રુઘ્ન સિન્હાએ સ્પષ્ટ કહ્યું કે, તેઓ પટના સાહેબથી જ ચૂંટણી મેદાનમાં ઉતરશે.

  આ અંગે તેમણે કહ્યું કે, સ્થિતી અલગ હોઇ શકે છે, સ્થાન તે જ હશે પટના સાહેબ. એટલે કે તેમણે સ્પષ્ટતા કરી દેવાઇ છે કે તેઓ ચૂંટણીમાં પટના સાહેબથી જ લડશે. જો કે સ્થિતી અલગ હોઇ શકે છે. તેઓ ભાજપથી અલગ થઇને ચૂંટણી મેદાનમાં આવી શકે છે. સિન્હાએ કહ્યું કે તેમાં કંઇ પણ ખોટુ નથી, આ લોકશાહીની લડાઇ છે. તેમાં કોઇ પણ ઉમેદવારનું સ્વાગત કરૂ છું.  .

(9:34 pm IST)