Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

કિડનીની બિમારીથી પિડાતા ફિલ્મનિર્માતા કલ્પના લાઝમીનુ મુંબઇમાં દુઃખદ અવસાન

 

મુંબઇપ્રખ્યાત ફિલ્મનિર્માતા કલ્પના લાઝમીનુ મુંબઈના કોકિલાબેન હૉસ્પિટલમાં રવિવારે સવારે સાડા ચાર વાગ્યે અવસાન થયું.

લાંબા સમયથી તેઓ કિડનીની બીમારીથી પીડાઈ રહ્યાં હતાં.

ગત સપ્તાહે મંગળવારના રોજ તેમને મુંબઈના કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે ઓશિવારા ખાતે કરવામાં આવશે.

કલ્પના ભાઈ દેવ લાઝમીએ પીટીઆઈને જણાવ્યું કે, કલ્પનાને ડાયાલિસિસ પર રાખવામાં આવ્યાં હતાં.

છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી.

રુદાલી, દરમિયાં અને દમન જેવી ફિલ્મોનું સફળ નિર્દેશન કરનારાં કલ્પના લાઝમીએ વર્ષ 2006માં છેલ્લી ફિલ્મ 'ચિંગારી'નું દિગ્દર્શન કર્યું હતું.

આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, સુષ્મિતા સેન મુખ્ય ભૂમિકામાં હતા.

(6:09 pm IST)
  • કચ્છમાં અચાનક વાતાવરણમાં પલટો:માંડવીના ભુજપુર સહિત આસપાસના ગામોમાં વરસાદ:પવન સાથે મેઘમહેર થતા વાતાવરણામાં ઠંડક પ્રસરી :લોકોમાં ખુશીની લહેર છવાઈ access_time 9:36 pm IST

  • અમદાવાદ:સારંગપુર દોલતખાના પાસે એક મકાનની દિવાલ પર વિજળી પડી:વિજળી પડતાં ચાર ગાયોના મોત;અરેરાટી access_time 11:20 pm IST

  • અમદાવાદ રામોલનાં વટવા જીઆઇડીસી નજીક અવાવરું જગ્યાએ યુવતીની લાશ મળી :અમદાવાદના રામોલ વટવા જીઆઈડીસી બિજ તરફ જતા ઓવરબિજની પાસે અવાવરું જગ્યા પર લીલોતરીની વનરાજીની વચ્ચે એક યુવતીની ઝાડ પર લટકેલી શંકાસ્પદ લાશ મળી આવતા લોકો ટોળે વળ્યા:પોલિસને કરાઈ જાણ access_time 6:24 pm IST