Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

સંયુકત રાષ્ટ્રના મહાસચિવ ઓકટોબરમાં ૪ દિવસ ભારત યાત્રાએ

નવી દિલ્હીઃ સંયુકત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરેશ ૧ થી ૪ ઓકટો.સુધી ભારત યાત્રા પર આવશે. અહીંયા તેઓ મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન અને આંતરરાષ્ટ્રીય ગઠબંધન મહાસભાની પ્રથમ બેઠકમાં હાજરી આપશે. આ ઉપરાંત ગુટેરેશ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને લોકસભાના અધ્યક્ષશ્રી સુમિશ્રા મહાજન સાથે પણ મુલાકાત કરશે.

(12:48 pm IST)