Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

હવે રાહુલ ગાંધી રામના શરણે જવા ચિત્રક઼ુટ જશે

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે જઇ રહ્યાં છે. ચૂંટણી આવતાની સાથે જ જ્યાં ભાજપનાં નેતા અયોધ્યા જઇ રહ્યાં છે તો ત્યાં બીજી બાજુ રાહુલ ગાંધીનાં ચિત્રકૂટ આવવાનાં પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. જો કે હાલમાં આધિકારિક એલાન તો નથી કરવામાં આવેલ પરંતુ કોંગ્રેસીઓની સક્રિયતાને જોતા એવો અંદાજો લગાવવામાં આવી રહેલ છે.

રાહુલ ગાંધી 27 ડિસેમ્બરનાં રોજ સતનામાં આયોજિત જનસભાને સંબોધિત કરતા પહેલાં કામદગિરી જઇ શકે છે. તમને જણાવી દઇએ કે ચિત્રકૂટ યાત્રા મંદાકિની અને પયસ્વનીનાં સંગમ રામઘાટથી પ્રારંભ થાય છે. અહીંયા ભગવાન શ્રીરામે પોતાનાં પિતા દશરથનું પિણ્ડ તર્પણ કર્યું હતું. હકીકતમાં વર્ષનાં અંતમાં મધ્યપ્રદેશમાં થનાર વિધાનસભા ચૂંટણીને લઇને સિયાસી દળોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધીની આ યાત્રાને આની સાથે જોડીને દેખવામાં આવી રહેલ છે.

(12:27 pm IST)