Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

નવરાત્રિ મહોત્સવઃ યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્પલ ન્યુયોર્ક મુકામે ૯ ઓકટો.થી ૧૮ ઓકટો.૨૦૧૮ દરમિયાન ઉજવાનારો ઉત્સવઃ દૈનંદિન પૂજા, હોમ, અર્ચના, અભિષેક, સહિતના આયોજનોઃ ૧૮ ઓકટો.ના રોજ વિજયા દશમીના દિવસે મહા પૂર્ણાહૂતિ

ન્યુયોર્કઃ અમેરિકામાં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્પલ, ૧૬૧૬, હિલ સાઇડ એવ.ટેમ્પલ સ્યુટ ન્યુ હાઇડ પાર્ક ન્યુયોર્ક મુકામે ૯ ઓકટો.૨૦૧૮થી નવરાત્રિ મહોત્સવની ઉજવણી શરૂ થઇ રહી છે.

ઉજવણી અંતર્ગત સ્પેશીઅલ પૂજા, હોમ,કુમકુમ અર્ચના, દિપલક્ષ્મી (વિલાકુ) પૂજા, કાર્નેટિક કાચેરી, મહાપ્રસાદ સહિત વિવિધ આયોજનો કરાયા છે. જેમાં ૧૩ ઓકટો. શનિવારે પંચમી નિમિતે દુર્ગા સહસ્ત્ર પૂજા કરાશે. ૧૪ ઓકટો. ષષ્ટી નિમિતે મહા સરસ્વતી પૂજા થશે. ૧૬ ઓકટો-અષ્ટમીના દિવસે મહિલાઓ દ્વારા કુમકુમ અર્ચના કરાશે. ૧૭ ઓકટો. નવમીના દિવસે દિપ લક્ષ્મી પૂજા (વહાના પૂજા, બાળકો માટે વિદ્યા આરંભ) કરાશે.

૧૮ ઓકટો વિજયા દશમીના દિવસે મહા પૂર્ણાહૂતિ વેદાશિર વચનમ યોજાશે.

નવરાત્રિના દિવસો દરમિયાન નિત્ય સવારે ૧૦ વાગ્યાથી શ્રી ગણપતિ પૂજા, દિક્ષા ધરણાં, મહા મંટયા અલંકારમ, કળશ પૂજા, શ્રી દુર્ગાલક્ષ્મી સરસ્વતી અભિષેકમ, શ્રી નવચંડી પારાયણ, મહામંગલ આરતી બાદ મહાપ્રસાદ વિતરણ કરાશે.

બપોરે ૪-૩૦ કલાકથી શ્રી ચંડી હોમ, વિશેષ ઉપાચારા તથા મહામંગલ આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેવું મંદિરની યાદી જણાવે છે.

(9:01 pm IST)