Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

અમેરિકામાં મહાત્મા ગાંધી સેન્ટર, વાયને ન્યુજર્સી મુકામે આજ ૨૨ સપ્ટેં. શનિવારના રોજ બ્લડ ડ્રાઇવ તથા કેન્સર અને આઇ સ્ક્રિનીંગ કેમ્પઃ મેડીકલ ઇન્સ્યુરન્સ નહીં ધરાવતા, ઓછો ધરાવતા, અથવા જરૂરિયાતમંદ કોમ્યુનીટી મેમ્બર્સ માટે વિનામૂલ્યે તક

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ અમેરિકામાં હિન્દુ ટેમ્પલ એન્ડ મહાત્મા ગાંધી સેન્ટર ઇન્ડિયા કલ્ચરલ સોયાયટી, વાયને ન્યુજર્સીના ઉપક્રમે આજ ૨૨ સપ્ટેં.૨૦૧૮ના રોજ ૪થા કોમ્યુનીટી બ્લડ ડ્રાઇવ તથા કેન્સર એન્ડ આઇ સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરાયું છે.

પેટરસન એ.એમ.રોટરી કલબ, ઇન્ડિયા હેલ્થ કેમ્પ ઓફ ન્યુજર્સી, શ્રી અરવિંદ ભટ્ટ, તથા અનેક ઓર્ગેનાઇઝેશન્શના સહયોગ સાથે મહાત્મા ગાંધી સેન્ટર, ૭૧૪, પ્રિકનેસ એવન્યુ વાયને ન્યુજર્સી મુકામે યોજાયેલા આ કેમ્પનો સમય સવારે ૯ વાગ્યાથી બપોરે ૩-૩૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. વિનામૂલ્યે આયોજીત આ કેમ્પનો લાભ લેવા તમામ કોમ્યુનીટી મેમ્બર્સને અનુરોધ કરાયો છે.

કેમ્પમાં વિનામૂલ્યે કેન્સર સ્ક્રિનીંગ ઇન્ફોર્મેશન એન્ડ રિસોર્સીસ ફોર બ્રેસ્ટ સર્વાઇકલ, પ્રોસ્ટેટ એન્ડ કોલેસ્ટેરોલ તથા ન્યુજર્સી સ્ટેટ પ્રોજેકટ BEST દ્વારા ફ્રી આઇ સ્ક્રિનીંગ સેવા અપાશે. જેનો મેડીકલ ઇન્સ્યુરન્સ નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા, અથવા જરૂરિયાતમંદ પુરૂષો તથા મહિલાઓ લાભ લઇ શકશે.

વિશેષ માહિતી માટે શ્રી અરવિંદ ભટ્ટ ૨૦૧-૮૩૫-૩૦૭૭, ડો. દુષ્યંત પટેલ ૯૭૩-૯૧૯-૫૪૫૪, શ્રી જયેશ પટેલ ૭૩૨-૬૮૮-૨૬૫૮, ડો. તુષાર પટેલ ૮૪૮-૩૯૧-૦૪૯૯, શ્રી જયોતિન્દ્ર પટેલ ૭૩૨-૬૭૨-૮૦૭૧, શ્રી વિપુલ ભટ્ટ ૨૦૧-૩૯૦-૫૧૦૫, શ્રી યોગેશ જોશી ૨૦૧-૬૯૯,૯૮૨૦ અથવા ડો.સુની પારેખનો કોન્ટેક નં.૭૩૨-૮૨૨-૯૭૮૭ દ્વારા સંપર્ક સાધવા શ્રીજયેશ પટેલની યાદીમાં જણાવાયું છે.

 

(9:00 pm IST)