Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

ઉપલેટાના મેગા મેડિકલ કેમ્પના સ્થાપક ઉકાભાઇ સોલંકીનું અમેરિકામાં અવસાનઃ કાલે શોકસભા

ઉપલેટા તા. રર : દેશવિદેશના નામાંકીત તબીબોની એપોઇમેન્ટ લેવી પણ ખુબજ મુશ્કેલ હોય તેવા જુદા-જુદા રોગોના દેશ-વિદેશના નિષ્ણાંત તબીબોને છેલ્લા ૧૭ વર્ષથી સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના નેજા નીચે ઉપલેટામાં યોજાતા મેગા મેડીકલ કેમ્પમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી અત્યાર સુધીમાં લાખો દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન સારવાર દવા અને રહેવા જમવાની સગવડો મળી છેઆવા આશિર્વાદરૂપ મેડીકલ કેમ્પના સ્થાપક દાતા મુળ ઉપલેટા આહીર જ્ઞાતીમાં જન્મેલા અને અમેરીકામાં ભારતીય જનમસુદાયના વરીષ્ઠ આગેવાન અને ત્યાંના અગ્રણી બિઝનેશમેન જેમના દાનથી સૌરાષ્ટ્રની આવી અનેક ધાર્મિક સામાજીક અને શૈક્ષણીક સંસ્થાઓ ચાલે છે. તેવા આદરણીય ઉકાભાઇ સોલંકીનુ તાજેતરમાં અમેરીકા મુકામે ટુંકી બિમારીથી દુઃખદ અવસાન થતા આવી અનેક સંસ્થાઓ રાંક બની છે તેમની ખોટ સમસ્ત આહીર સમાજ અને ખાસ ઉપલેટા વિસ્તારને પડશે તેમના દુઃખદ અવસાનના સમાચાર મળતા ઉપલેટા સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુબજ ઘેરા દુઃખ અને શોકની લાગણી છવાઇ જવા પામેલ હતી.  તા.ર૩ રવિવારે તેમની સ્થાપેલી સંસ્થા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા અહિના કન્યા શાળા હોલ ખાતે સાંજે ૪ થી ૬ એક ભવ્ય શોકસભાનું આયોજન કરવામાંં આવેલ છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના નિષ્ણાંત તબીબો, રાજકીય સામાજીક, સેવાકીય અને શૈક્ષણીક આગેવાનો, વેપારીઓ ઉદ્યોગપતીઓ, મિત્રો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહી શ્રદ્ધાંજલી આપશે.(૬.૧૭)

(5:50 pm IST)