Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

અમેરિકાના ફલોરીડાના 22 વર્ષના યુવક દ્વારા આખેઆખા વિમાનની ચોરીનો પ્રયાસઃ પાયલોટનું લાયસન્‍સ ધરાવનાર યુવક એરપોર્ટ ફરતે લગાવેલા તાર કુદીને વિમાનમાં ઘુસી ગયો

ઓરલેન્ડો: અમેરિકાના ફ્લોરિડામાં એક યુવકની વિમાન ચોરવાનો પ્રયાસ કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. 22 વર્ષનો નિશાલ સંકત નામનો યુવક ઓરલેન્ડો મેલબર્ન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર વિમાનએરબસ 21’ને ચોરવાની ફિરાકમાં હતો.

એરપોર્ટ પ્રવક્તાએ જણાવ્યું કે, નિશાલ ફ્લોરિડા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો વિદ્યાર્થી છે. તેની પાસે કોમર્શિયલ પાયલટના લાઈસન્સની સાથે કેનેડા અને ત્રિનિદાદ તેમજ ટોબેગોની નાગરિકતા પણ છે. ગુરુવારે સવારે તે એરપોર્ટ ફરતે લગાવેલા તારને કૂદીને વિમાનમાં ઘૂસી ગયો હતો.

તે વિમાન ચલાવી શકે તે પહેલા બે ટેકનિશિયનો અને બે સુરક્ષા કર્મીઓએ તેને પકડી લીધો. પ્રાથમિક તપાસમાં ઘટનાનો આતંકવાદ સાથે કોઈ સંબંધ જણાયો નથી. ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા એક એરલાઈન કર્મીએ સિએટલ એરપોર્ટ પરથી ખાલી વિમાન ચોરીને તેને પાસેના દ્વીપમાં ક્રેશ કરાવી દીધું હતું.

(4:56 pm IST)