Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

યુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલ્લાસ એકતા મંદિરના ઉપક્રમે ઉજવાઈ રહેલો ગણેશ ઉત્સવ : આવતીકાલ 23 સપ્ટે.ના રોજ ગણેશ વિસર્જન

ડલ્લાસ :યુ.એસ.માં હિન્દૂ ટેમ્પલ એકતા મંદિર દ્વારા 13 સપ્ટે.થી ઉજવાઈ રહેલા ગણેશ ઉત્સવ અંતર્ગત આવતીકાલ 23 સપ્ટે.રવિવારના રોજ ગણેશ વિસર્જન કરવામા આવશે.ઉત્સવની ઉજવણી દરમિયાન દરરોજ  એક હજાર  જેટલા ભાવિકો દર્શનનો લાભ લઇ રહ્યા છે.દૈનંદિન ગણપતિ પૂજન,તથા મહાપ્રસાદનું આયોજન કરાયું છે.આનંદ બજાર તથા મહારાષ્ટ્ર મંડળ દ્વારા લેઝીમના સુંદર પ્રોગ્રામનું પણ આયોજન કરાયું હતું.

ગણેશ વિસર્જન પ્રસંગે ડલ્લાસના સહુ ભાવિકોને પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવાયું હોવાનું શ્રી સુભાષભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.

(11:42 am IST)