Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ચેન્નઈના દરિયાકાંઠે ભારત અને યુ.એસ.ના કોસ્ટ ગાર્ડની સંયુક્ત કવાયત

કવાયત એન્ટી પાઇરેસી, શોધ અને બચાવ અને હુમલા સામે લડવા પર કેન્દ્રિત :

 

ચેન્નઈના દરિયાકાંઠે ભારત અને યુ.એસ.ના કોસ્ટ ગાર્ડએ સંયુક્ત કવાયતમાં ભાગ લીધો હતો,બંને દેશોના દરિયાઇ દળો વચ્ચે સંકલન વધારશે બંગાળની ખાડીમાં શહેરના દરિયાકાંઠેથી લગભગ પાંચ દરિયાઈ માઇલ પરની કવાયતમાં બંને દેશોના કોસ્ટગાર્ડ જહાજો અને વિમાનોએ ભાગ લીધો હતો.

કોસ્ટગાર્ડના એક અધિકારીએ જણાવ્યું કે કવાયતમાં આઈસીજી શૌર્ય અને આઈસીજી અભિક જહાજો અને ભારત તરફથી ચેતક હેલિકોપ્ટર ભાગ લીધો હતો. કવાયત એન્ટી પાઇરેસી, શોધ અને બચાવ અને હુમલા સામે લડવા પર કેન્દ્રિત છે

અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકન શિપ 'સ્ટ્રેટન' અને વહાણ સાથે જોડાયેલા એક વિમાને કવાયતમાં ભાગ લીધો હતો. શુક્રવારે સવારે 7 વાગ્યે પ્રેક્ટિસ શરૂ થયાના ચાર કલાક પછી સ્ટ્રેટને પ્રથમ વખત ભારતના ચેન્નાઈ બંદરે પ્રવેશ કર્યો હતો

 .અધિકારીએ જણાવ્યું હતું કે, દરિયાઇ કવાયત શુક્રવારે પૂર્ણ થઈ હતી. યુએસસીજી શિપ 27 ઓગસ્ટે યુએસ અને ભારતીય અધિકારીઓની વાટાઘાટો સહિત અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધા બાદ ભારતથી રવાના થશે.

(10:57 pm IST)