Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ઈન્ફોસિસના સંસ્થાપક એન.આર.નારાયણમૂર્તિએ મંદીનો કર્યો ઇન્કાર : કહ્યું અર્થવ્યવસ્થા 300 વર્ષમાં સૌથી સારી !!

અર્થવ્યવસ્થાની સારી સ્થિતિને કારણે ગરીબીને ખતમ કરવાનો અવસર અને વિશ્વાસ ઉભો થયો

 

નવી દિલ્હી : દેશની અર્થ વ્યવસ્થામાં મંદીની ચર્ચા વચ્ચે ઈન્ફોસિસના સંસ્થાપક એન. આર. નારાયણમૂર્તિએ મંદી જેવા સંકટની વાતથી ઈન્કાર કરી દીધો છે તેમનું કહેવું છે કે દેશની અર્થવ્યવસ્થા 300 વર્ષમાં સૌથી સારી છે. તેમણે એમ પણ કહ્યું કે અર્થવ્યવસ્થાની સારી સ્થિતિને કારણે ગરીબીને ખતમ કરાવનો અવસર અને વિશ્વાસ ઉભો થયો છે.

ગોરખપુરમાં મદનમોહન માલવીય ટેકનિકલ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં નારાયણમૂર્તિએ સંબોધન દરમિયાન આમ કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે જો આપણે યોગ્ય પ્રયાસ કરીએ તો ગરીબ બાળકોની આંખોના આંસૂ લુંછી શકીએ છીએ. જે મહાત્મા ગાંધી ઈચ્છતા હતા

  . નારાયણમૂર્તિએ દરેક નાગરિક માટે સારી સ્થિતિ ઉભી કરવાને દેશભક્તિ ગણાવીને કહ્યું કે માત્ર મેરા ભારત મહાન કે જય હો કહેવું દેશભક્તિ નથી. દેશભક્તિનો અર્થ રાષ્ટ્ર માટે કામ કરવાનો છે.

 

(10:40 pm IST)