Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ભારતીયો માટે ખુશખબર : હવે ભૂટાન બાદ યુએઈમાં પણ ચાલશે RuPay કાર્ડ

નવી દિલ્હી :ખાડી દેશ સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ) માં રહેતા ભારતીય લોકો ખુશખબર છે યૂએઇ RuPay કાર્ડ રજૂ કરનારા પશ્ચિમ એશિયાનો સૌ પ્રથમ દેશ બનવા જઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની ખાડી દેશની યાત્રા દરમ્યાન RuPay કાર્ડ રજૂ કરવામાં આવશે.

પર્યટક અને નોકરી કરનારા લોકો માટે યૂએઇ પસંદગીનો દેશ માનવામાં આવે છે. એવામાં આ વાતની આશા એ છે કે જે લોકોની પાસે ભારતમાં પહેલેથી RuPay કાર્ડ છે તે યૂએઇમાં પણ આને એક્ટિવ રાખી શકશે.

યુએઈમાં ભારતના રાજદૂત નવદીપસિંહ સૂરીના જણાવ્યાં અનુસાર, 'નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા અને યુએઈ'ની મરકરી પેમેન્ટ્સ સર્વિસ વચ્ચે બંને દેશોમાં ચૂકવણી પ્લેટફોર્મ માટે ટેક્નોલોજી 'ઇન્ટરફેસ' સ્થાપિત કરવા સંબંધી એમઓયુની આપ-લે કરવામાં આવશે. તેમણે કહ્યું કે આનાંથી યૂએઇમાં RuPay કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે RuPay કાર્ડ પોતાની જેમ પ્રથમ ભારતીય ઘરેલુ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ચૂકવણી નેટવર્ક છે. આ કાર્ડ એટીએમ, પીઓએસ ઉપકરણો તથા ઇ-કોમર્સ વેબસાઇટ પર કામ કરે છે. આની શરૂઆત વર્ષ 2012માં થઇ હતી. પહેલાનાં દિવસોમાં પીએમ નરેન્દ્ર મોદીએ ભૂટાનની મુલાકાત દરમ્યાન RuPay કાર્ડને લોન્ચ કર્યુ હતું. ભૂટાન સિવાય સિંગાપુરમાં પણ આ કાર્ડ લોન્ચ કરાયું હતું.

(7:52 pm IST)