Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ભારતીયોની યાદમાં નિર્મિત સ્મારકનું વિધિવત ઉદ્ઘાટન

મહાન વૈજ્ઞાનિક જહાંગીર ભાભાને યાદ કરાયા : બે વિમાન દુર્ઘટનામાં મૃતકો પ્રત્યે સ્મારક સંપૂર્ણ સમર્પિત

નવીદિલ્હી, તા. ૨૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફ્રાંસમાં એક સ્મારકનું લોકાર્પણ કર્યું હતું જે ભૂતકાળમાં એર ઇન્ડિયાના બે વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા ભારતીય લોકોને સમર્પિત છે. વર્ષ ૧૯૫૦ અને ૧૯૬૬માં મોબ્લા પહાડી સિરિઝમાં એર ઇન્ડિયાના બે વિમાન ટકરાઈ ગયા હતા. આ વિમાન દુર્ઘટનામાં મોટી સંખ્યામાં ભારતીયોના મોત થયા હતા. ૧૯૬૬ની વિમાન દુર્ઘટનામાં ભારતના લોકપ્રિય વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાનું પણ મોત થયું હતું. મોદીએ કહ્યું હતું કે, લોકપ્રિય વૈજ્ઞાનિક જહાંગીર ભાભા સાથે પણ ખુબ નજીકના સંબંધો રહેલા છે. આ સ્મારક એવા તમામ ભારતીયોની યાદમાં બનાવવામાં આવ્યું છે જે લોકોએ આ બે વિમાન દુર્ઘટનામાં જાન ગુમાવી હતી. વિડિયો કોન્ફરન્સિંગ મારફતે મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યા બાદ મોદીએ કહ્યું હતું કે, ભારત અને ફ્રાંસની પીડાની આ ક્ષણમાં બંને દેશો એક સાથે ઉભા છે.

     મોદીએ યુનેસ્કો હેડક્વાર્ટરમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન પણ કર્યું હતું અને કહ્યું હતું કે, આ બે વિમાન દુર્ઘટનામાં અમે ભાભા અને અન્ય ભારતીયોને ગુમાવી દીધા હતા. ૧૯૫૦માં દુર્ઘટનામાં ૪૮ અને ૧૯૬૬માં ૧૭૭ લોકોના મોત થયા હતા. આર્કિટ્રેક્ટર બનાવનાર કંપની બોસોનેટ દ્વારા આ સ્મારકની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. એર ઇન્ડિયા ફ્લાઇટ ૨૪૫ની દુર્ઘટના ત્રીજી નવેમ્બર ૧૯૫૦ના દિવસે થઇ હતી. વિમાન દુર્ઘટનાના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. ખરાબ હવામાનના કારણે આ વિમાન દુર્ઘટના થઇ હતી. વિમાન દુર્ઘટનાના સંદર્ભમાં ખુબ ઓછા લોકોને હાલમાં માહિતી છે.

(7:28 pm IST)