Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ત્રણ તલાક કાનુનની સમીક્ષા કરશે સુપ્રિમ કોર્ટ

ટ્રીપલ તલાકને દંડાત્મક અપરાધ ગણાવતા કાયદાની કાયદેસરતાને પડકારતી અરજીઓ પર વિચાર કરવા કોર્ટ સંમતઃ કેન્દ્ર સરકારને કોર્ટે આપી નોટીસઃ કુલ ત્રણ અરજી થઇ છે કોર્ટમાં: કાયદાને રાષ્ટ્રપતિએ પણ મંજુરી આપી દીધી છે

નવી દિલ્હી, તા.૨૩: ત્રિપલ તલાક કાનૂન વિરુદ્ઘ દાખલ અરજી મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટ ત્રિપલ તલાક કાનૂનની સમીક્ષા કરવા તૈયાર થઇ ગયું છે. ત્રિપલ તલાક કાનૂન વિરુદ્ઘ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજી દાખલ કરાઇ છે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા કહ્યું કે જો કોઇ ધાર્મિક પ્રથા (દહેજ/સતી)ને ખોટો અથવા ગૂનો કરાર કર્યો હોય તો એવામાં તેને ગૂનાની સુચીમાં નહીં રાખીએ. ત્રિપલ તલાક કાનૂન વિરુદ્ઘ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજી દાખલ કરાઇ છે.ઙ્ગ

ઉલેમા-એ-હિન્દ મુજબ ત્રિપલ તલાક કાનૂનનો એક ઉદ્દેશ્ય મુસ્લિમ પતિઓને દંડ કરવાનો છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ પતિઓની સાથે અન્યાય છે. જયારે હિન્દુ સમુદાય અથવા અન્યમાં આવી જોગવાઇ નથી.

આ ઉપરાંત સમસ્ત કેરળ જમીયતુલ ઉલેમા અને અન્યે પણ કાનૂન વિરુદ્ઘ અરજી દાખળ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કાનૂનથી મૌલિક અધિકારોનું હનન થઇ રહ્યું છે. જયારે ત્રીજી અરજી આમિર રશાદી મદનીએ દાખલ કરી છે.ઙ્ગ

ત્રિપલ તલાક ભારતમાં ગૂનો છે. આ કાનૂન હેઠળ ત્રિપલ તલાકને ગેરકાનૂની કરાર કરતા ૩ વર્ષની સજા અને દંડની જોગવાઇ સામેલ છે. જો મૌખિક, લેખિત અથવા કોઇ અન્ય માધ્યમથી પતિ અથવા એકવારમાં પોતાની પત્નિને ત્રિપલ તલાક આપે છે તો તે ગૂનેગારની શ્રેણીમાં આવશે. ત્રિપલ તલાક આપવા પર સ્વંય અથવા તેના નજીકના સંબધી જ આ મામલે કેસ નોંધાવી શકે છે.

(3:19 pm IST)