Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

રોબર્ટ વાડ્રાનો જેલવાસ માટે ઇડીની પૂરી તૈયારીઃ સ્ટે દુર કરવા અરજી

નવી દિલ્હીઃ સોનીયાજીના જમાઇ રોબર્ટ વાડ્રા અને તેમના માતા મોરીન વાડ્રા સાથે સંલગ્ન સ્કાઇ લાઇટ હોસ્પિટાલીટી પ્રા.લી અને મહેશ નાગરની અરજી ઉપર ગઇકાલે જસ્ટીસ જી.આર. મુલ ચંદાનીની અદાલતમાં સુનાવણી થઇ. દરમિયાને એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટે (ઇડી) રોબર્ટ વાડ્રાની ધરપકડ સામે કોર્ટ દ્વારા અપાયેલ વચગાળાના જામીન રદ કરવાની માગણી કરતી અરજી થઇ છે. કોર્ટે ૧૨ સપ્ટેમ્બરે સુનાવણી રાખી છે. ઇડી તરફથી એએસજી રાજદીપ રસ્તાગીએ કોર્ટને કહેલ કે તેઓ અંતિમ દલીલો માટે તૈયાર છે. પરંતુ કંપની અને વાડ્રાના ધારાશાસ્ત્રી કુલદીપ માજી રે સમય માગતા રસ્તોગીએ ભારે વિરોધ કરેલ. સમગ્ર મામલો રાજસ્થાનના બીકાનેરમાં કોલાયત ક્ષેત્રની ૨૭૫ વીઘા જમીનના ખરીદ-વેચાણ સાથે જોડાયેલ છે. જેની તપાસ ઇડી કરી રહેલ છે. વાડ્રાના વકીલ માજી રે કોર્ટને કહેલ કે કોર્ટના આદેશ મુજબ રોબર્ટ વાડ્રા ઇડી સામે રજુ થઇ ચુકેલ છે. અને તપાસમાં સહયોગ કરી રહેલ છે.

(1:34 pm IST)