Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સાતમ-આઠમ પછી મેઘરાજા પધારશે, સોમવારથી શુક્રવાર સુધી અલગ અલગ દિવસે જુદા-જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવા સંભવ : પોરબંદરમાં સવારે સવા ઈંચ વરસાદ પડ્યો : ભભૂત લગાવી શ્રીલંકાથી અડધો ડઝન આતંકવાદીઓ તામિલનાડુમાં ઘૂસ્યાના અહેવાલો : જમ્મુ-કાશ્મીરના રાજોરી અને નવસેરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા બેફામ ફાયરિંગ, એક જવાન શહીદ, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ : કાશ્મીર સરહદે આતંકવાદીઓ ઘૂસણખોરીની તૈયારીમાં : ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ પુરપ્રકોપ, આગામી અઠવાડિયામાં પણ વરસાદ થશે : અયોધ્યા કેસમાં 11મા દિવસે સુનાવણી ચાલુ, ટ્રાયલ જજે સુપ્રીમ કોર્ટમાં પત્ર લખી સુરક્ષાની માંગ કરી : પાકિસ્તાનને ftf એ બ્લેકલિસ્ટ માં નાખી દીધું છે, આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ઝટકો : ત્રિપલ તલાક વિરુદ્ધ અરજી માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ : રોબર્ટ વાડ્રા ના જેલવાસ માટે ઇડીની પૂરી તૈયારી : શરદ પવાર સહિત 70 સામે એક હજાર કરોડના કો-ઓપરેટિવ બેંક કૌભાંડમાં એફ.આઇ.આર નોંધવા આદેશ : પાકિસ્તાનના રેલવે મંત્રીની લંડન માં ધોલાઈ

(12:46 pm IST)