Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

અમેરીકાના દલાસ ખાતે ગુજરાતી સિનીયર સોસાયટી પ્લેનો દ્વારા રક્ષાબંધન-પ્રજાસત્તાક દિન અને જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરાઈ

દલાસ : અમેરીકાના દલાસ ખાતે ગુજરાતી સિનીયર સોસાયટી પ્લેનો દ્વારા તારીખ ૧૪ મી ઓગસ્ટ બુધવારના રોજ સાંજે ૫ - ૦૦ વાગે ત્રીવેણી સંગમ ની ઉજવણી કરવા GSSP ના લગભગ ૧૭૦ જેટલા ભાઈ-બહેનો ભેગા થયા હતા.. પ્રથમ પ્રમુખશ્રી સુભાષભાઈ શાહ એ સૌનું ભાવભીનું સ્વાગત્ત કરેલ... ત્યાર બાદ અત્રેની પાયલ ડાન્સ  ઍકેડેમીના નિરવાબેન શાહે પ્રાથના કરેલ... પ્રમુખ સુભાષ શાહે સપ્ટેમ્બર માં GSSP તરફથી મેક્સિકો ક્રુઝ અંગેની માહીતી આપેલ... તથા તારીખ ૨૨મી  સપ્ટેમ્બર ના રોજ Howday Modi માં Houston જવા માટે ની માહીતી આપેલ.. ત્યાર બાદ સપ્ટેમબર માસમાં જે સભ્ય ભાઈ-બહેનો નો જન્મ દિવસ હતો તેની ઉજવણી કરેલ અને બર્થડ ગીત,બર્થડૅ કાર્ડ તથા બુકે આપવામાં આવેલ... ત્યાર બાદ ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યુ હતું.. આ પરેડમાં ભારતના રીટાયર્ડ સૈનિક શ્રી સુનિલ અગ્રવાલ તથા કર્નલ શ્રી રાકેશ શર્મા હાજર રહ્યા હતા અને તેમણે પોતાના અનુંભવ રજુ કરેલ... આ પ્રસંગે આબેહૂબ ગાંધીજી ના વેશ માં શ્રી નગીનભાઈ જાખડ હાજર રહી આ પરેડમાં જોડાયા હતા. ત્યાર બાદ સાંસ્ક્રુતિક કર્યક્રમમાં પ્લેનોના પાયલ ડાંસ એકેડૅમી ના નિરવાબેન શાહ અને તેમના સ્ટુડન્ટે ખૂબજ સુંદર ડાન્સ રજુ કરેલ.. અને રક્ષાબંધન ,જન્માષ્ટમિ અને રાષ્ટ્ર્ગીતો રજુ કર્યા હતા.. તેમજ નિરવાબેને શ્રી ક્રુષ્ણ્ભગવાન ના ભજન રજુ કર્યા હતા...તથા આત્મન રાવલે  Howday Modi માં રજીસ્ટેશન કરવા માટે સૌને અનુંરોધ કરેલ.. તથા ભારત વસતાં Blind Pepole અંગે માહિતી આપી હતી...અને તેઓ ને મદદ રૂપ થવા અપીલ કરી હતી...Top pick મેગેજીન અંગે ખુશી ડોલીએ માહીતી આપેલ...લગભગ ૩ કલાક આ સુંદર કાર્યક્રમ ચાલ્યો હતો...બાદ મા ગોપાલ રેસ્ટોરન્ટ વાલા અજયભાઈ દ્વારા બનાવેલ ગુજરાતી ભોજન માણી સૌ ખૂબજ ખુશ થયા હતા... અંતમાં આજના મહેમાન તથા પાયલ ડાન્સ એકેડૅમી ના સ્ટુડન્ટને ગીફ્ટ આપી સન્માન કરવામાં આવેલ... સૈનીકોને પણ ફુલગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું હતું અને ગીફ્ટ પણ આપવામાં આવેલ તેવું માહિતી અને તસ્વીર સાથે શ્રી સુભાષ શાહ,દલાસની યાદી જણાવે છે.

(12:02 pm IST)