Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

મજબૂત લોકશાહી માટે પ્રભાવી વિપક્ષ જરૂરીઃ ઓમ બિરલા

સરકારને ''અરીસો'' બતાવવા માટે વિપક્ષને વધુ ટાઇમ આપુ છુ જેથી સંસદ પાછળનો ખર્ચ વસુલ થાયઃ લોકસભા અધ્યક્ષ : ૧૩૦ કરોડ જનતા માટે બનતા કાયદા માટે પૂરતી ચર્ચા થવી જોઇએઃ સાંસદોને ચર્ચાનો મોકો મળવો જરૂરી

નવી દિલ્હી તા. ર૩ : ભારતના મજબૂત લોકતંત્ર માટે પ્રભાવી અને મજબૂત વિરોધપક્ષની અતિ આવશ્યકતા હોવી જોઇએ જેના કારણે હું કોઇપણ દરખાસ્તની ચર્ચા માટે વિપક્ષી સભ્યોને વધુ ને વધુ સમય આપવાનો પ્રયત્ન કરૃં છું તેમ જણાવી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કહે છે કે ૧૩૦ કરોડની જનતા માટે બનતા કાયદા માટે ગૃહમાં પૂરતી ચર્ચા થવી જ જોઇએ કેમ કે સંસદ પાછળ જંગી ખર્ચ થાય છે તેની વસુલાત થવી જ જોઇએ.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા લોકતાંત્રીક મુલ્યોની જાળવણી સાથે સંસદગૃહ ચલાવવાના આગ્રહી છે તેઓ માને છે કે ગૃહમાં તમામની વાત સાંભળવી જોઇએ શિસ્તના આગ્રહી બિરલા માને છે કે વિપક્ષી મજબૂત લોકસભા માટે જરૂરી છે અસહમતિ પણ લોકતંત્રનો એક ભાગ છ.ે

તેમના મતે જનતા પોતાના પ્રતિનિધિને ગૃહમાં નારેબાજી માટે નથી મોકલતી નારેબાજી કે હંગામાંથી સંસદની કાર્યવાહી નહી ખોરવાય.

મીડીયા સાથેની વાતચિતમાં ઓમ બિરલા જણાવે છે કે સંસદમાં વિપક્ષીની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ તેઓ વિરોધપક્ષને વધુને વધુ સમય બોલવાની તક આપશે.

તેમના જણાવ્યા મુજબ હું પોતે પહેલા ર૦૧૪માં ચુંટાઇને સંસદમાં આવ્યા તે પહેલા વિધાનસભ્ય હતા પરંતુ ત્યારે તેમને લાગ્યું હતું કે લોકસભા પ૪ર સભ્યોનું મોટુ ગૃહ  છે. અહિયા નવા ચુંટાયેલા સાંસદોને ગૃહમાં પોતાના વિચારો વ્યકત કરવા છ મહિનાથી બે વર્ષ લાગી જાય છે. પરંતુ પોતે એવા પ્રયત્ન કર્યા છે.કે સંસદમાં બધાને બોલવાની તક મળે

તમામ સાંસદો ૧૦ થી ર૦ લાખ લોકોનું પ્રતિનિધી કરે છે. પોતાના વિસ્તારના લોકોની સમસ્યાઓ વર્ણવા મથતા હોય છે. વધુ ને વધુ મજબુત અને પ્રભાવશાળી ચર્ચા માટે બધાને તક મળે તેવુ તેઓ સ્પષ્ટ માને છે. હંગામો અને નારેબાજીના બદલે પોતાની વાત સૌ પ્રભાવી રીતે વ્યકત કરે અને પોતાના વિસ્તારની સમસ્યાઓ વર્ણવે તે જરૂરી છે.

દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ભાષા હિન્દી છે જેથી હિન્દીમાં વધુ ચર્ચા થાય તેના પર ભાર મુકી તેઓ કહે છે કે તમામ ભાષાઓમાં અનુવાદ પણ ઉપલબ્ધ છે.વિરોધ પક્ષનો આરોપ હોય છે કે વિપક્ષને વિશ્વાસમાં લેવાતા નથી જે વાત તદન ખોટી છે હું કાર્ય મંત્રણા સમિતિમાં બધા સાથે ચર્ચા કરૂ છુ અને ગૃહમાં પણ

શ્રી બીરલાના જણાવ્યા મુજબ જે મતદારોએ મને પહેલા ધારાસભ્ય અને હવે સાંસદ તરીે ચૂંટીને મોકલ્યો છે તેમના તરફે મારી સંપૂર્ણ જવાબદારી છે અને એવી ફરજ છે તે તેઓને તેમાન ચુકાદા માટે હું પ્રમાણીક પ્રયાસ કરી તેમના સુખાકારી માટે ધ્યાન રાખુ અને દેશ માટેની મારી જવાબદારી પુરી કરૂ.

તેમના જણાવ્યા મુજબ અમુક સ્થાયી સમિતિઓની રચના થઇ નથી પરંતુ અમુ વિધેયક પહેલેથી જ પસાર થઇ ચુકયા છે. ત્યારે સમિતિઓ નથી પરંતુ આ માટે સંસદમાં પુરતી ચર્ચા થવી જોઇએ. સાંસદ સરકારને જે કાંઇ સવાલો પુછવા માટે તે માટે ચર્ચા થવી જોઇએ કેમ કે દેશના ૧૩૦ કરોડ લોકો માટે બનતા કાયદા માટે વિસ્તૃત ચર્ચા અતિ આવશ્ય છે.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના જણાવ્યા મુજબ હાલના સંસદ ભવનને ૯૭ વર્ષ થયા છે. સાંપ્રત સમયની જરૂરીયાતો અને સુવિધા પ્રમાણે નવા ભવન માટેની કામગીરીનો પ્રારંભ થઇ ગયો છે. આ માટે સબંધિત તમામ લોકોની સલાહ લેવામાં આવી રહી છે.

(11:46 am IST)