Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

જો દોષિત ઠરશે તો

ચિદમ્બરમ્ને કેટલી સજા અને દંડ ફટકારાઈ શકે છે ?

નવી દિલ્હી, તા. ૨૩ :. આઈએનએકસ મિડીયા કૌભાંડમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમ્ની ધરપકડ બાદ તેમને ૨૬મી સુધી રિમાન્ડ પર લેવાયા છે ત્યારે ચર્ચા એ થાય છે કે તેમની વિરૂદ્ધ કયા કાયદાની કઈ કલમ હેઠળ કાર્યવાહી થઈ છે અને તેમા કેટલી સજાની જોગવાઈ છે ?

 

ચિદમ્બરમ્ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર એકટ ૧૯૮૮ની કલમ ૮ તથા ૧૩(૨)ની સાથે ૧૩(૧) ડી ની કલમ ૧૨૦-બીની સાથે ૪૨૦ હેઠળ કાર્યવાહી થઈ છે. ભ્રષ્ટાચાર નિવારક એકટની કલમ ૮ હેઠળ પૈસા લઈને કોઈ લોકસેવક પર ભ્રષ્ટ અને ગેરકાનૂની સાધનો દ્વારા અસર નાખવાને પણ અપરાધ બનાવવામાં આવેલ છે. જે હેઠળ ૬ મહિનાથી ૫ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

બીજાના ફાયદા માટે પદનો દુરૂપયોગ કરવા અને કલમ ૧૩(૨) હેઠળ લોકસેવક હોવા છતા ક્રિમીનલ મીસ્કન્ડટ માટે ૧ થી ૭ વર્ષની સજાની જોગવાઈ છે. સાથે જ આવા દોષિત પર દંડની પણ જોગવાઈ છે. આ સિવાય તેમની વિરૂદ્ધ કલમ ૪૨૦ હેઠળ છળ કરવા અને બેઈમાનીથી સંપત્તિ આપવા માટે ભડકાવવાનો અપરાધ બનાવાયો છે. જે હેઠળ ૭ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.

ચિદમ્બરમ્ વિરૂદ્ધ કલમ ૧૨૦-બી સાથે ૪૨૦ લગાડવામાં આવી છે. જો દોષિત ઠરે તો ૭ વર્ષ સુધીની જેલની સજા અને દંડ લગાવાશે.(૨-૧૫)

 

(11:43 am IST)