Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ચોંકાવનારો સર્વે

માત્ર ફાસ્ટ ફુડ જ નહિ પણ પેકેટમાં વેંચાતા બિસ્કિટ-ચિપ્સ સૌથી વધુ નુકશાનકારક

નવી દિલ્હી, તા.૨૩: ભારતમાં લોકોને ફાસ્ટ ફૂડ અને પેકેજડ ફૂડની લત લાગી ગઈ છે અને તે સતત વધી રહી છે. ડોકટર્સની સતત ચેતવણીઓ બાદ પણ લોકો તેને છોડતા નથી. પણ હવે આ અંગે એક સ્ટડી સામે આવી છે જે માત્ર ફાસ્ટ ફૂડ નહીં પરંતુ ચિપ્સ અને બિસ્કિટ જેવા પેકેજડ ફૂડ્સના સંદર્ભમાં છે. આ સ્ટડી અનુસાર દુનિયાની સરખામણીમાં ભારતમાં પેકેજડ ફૂડ સૌથી વધુ અનહેલ્ધી છે.

ઓબેસિટી રિવ્યૂ નામની એક જર્નલમાં પ્રકાશિત આ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં આ પ્રકારના પેકેજડ ફૂડ ખાનારાઓના સ્વાસ્થ્યને વધારે પ્રમાણમાં નુકસાન પહોંચે છે. રિસર્ચર્સે ૧૨ દેશોમાં ૪ લાખ લોકો પર ખાવા-પીવાની ચીજવસ્તુઓની મદદથી આ સર્વે કર્યો છે. આ સર્વેમાં પેકેજડ ફૂડમાં શુગરનું વધુ પ્રમાણ અથવા સેચ્યુરેટેડ ફેટ, મીઠુ અને કેલેરીઝ પણ વધારે દેખાડવામાં આવ્યા છે. આમાંથી કેટલીક તો તમારી ફેવરેટ પ્રોડકટ્સ પણ હોઈ શકે છે.

ઓસ્ટ્રેલિયાની હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમના આધારે રેટિંગ આપવામાં આવ્યું જેમાં હાફ સ્ટાર સૌથી અનહેલ્ધી અને ૫ સ્ટારને સૌથી વધુ હેલ્ધી માનવામાં આવે છે. જયારે આ આધાદે દેશોની રેન્કિંગ કરવામાં આવી તો યુકેને સૌથી વધુ ૨.૮૩ સ્ટાર મળ્યા જયારે અમેરિકાને ૨.૮૨ અને આઙ્ખસ્ટ્રેલિયાને ૨.૮૧ સ્ટાર મળ્યા. ભારતને સૌથી ઓછા ૨.૨૭ સ્ટાર મળ્યાં. આ સ્થિતિમાં ભારત કરતા ચીન અને ચિલી આગળ રહ્યાં.

જર્નલ અનુસાર આ સ્ટડી એ રીતે પણ મહત્વપૂર્ણ છે કે, આ લોકોની લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી બીમારીઓ કામ કરવામાં મદદ કરી શકે છે.(૨૩.૨)ઙ્ગ

(10:06 am IST)