Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

મિકા સિંહે માંગી માફીઃ ફિલ્મ વર્કર એસોસિયેશને પ્રતિબંધ હટાવ્યો

મુંબઇ, તા.૨૩: પાકિસ્તાનના કરાચીમાં એક લગ્ન પ્રસંગે ભારતીય ગાયક મિકા સિંહે ત્યાં પફોર્મ કર્યું હોવાથી ફિલ્મ વર્કર એસોસિયેશને દેશમાં ગાયક મિકા સિંહ પર પ્રતિબંધ મૂકયો હતો. જોકે, એક દિવસ બાદ બુધવારે જાહેરમાં તેણે અસોસિયેશન અને દેશ સમક્ષ માફી માંગી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જેવા સંબંધો ચાલી રહ્યા છે, તેમાં પણ યોગાનુયોગ તે દિવસે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ને પણ નાબૂદ કરવામાં આવી હતી. મિકાએ આ વિશે જણાવ્યું હતું કે, આ એક સંયોગ હતો કે, હું પાકિસ્તાન ગયો તે દરમિયાન ૩૭૦ કલમને હટાવાઇ હતી. જો મે ભૂલ કરી છે તો હું ફેડરેશન અને સમગ્ર દેશ સમક્ષ મારી ભૂલની માફી માગું છું. મિકાએ આઠમી ઓગસ્ટના રોજ કરાચીમાં પફોર્મ કર્યું હતું અને સોશિયલ મીડિયા પર તે ખૂબ જ ટ્રોલ થયો હતો.

(10:04 am IST)