Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

હવે દૂધ પણ મોંઘુ થશેઃ અડધા લીટર દૂધના પાઉચના ભાવ વધશે

સરકારનો પ્લાસ્ટિક પાઉચનો ઉપયોગ ઓછો કરવા ડેરીઓને આદેશ

નવી દિલ્હી, તા.૨૩: દેશમાં મોંઘવારી વધી રહી છે. હવે લોકોએ જલ્દી અડધા લીટર દૂધના પાઉચ ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવા પડશે.  કેન્દ્ર સરકારે દૂધ વિતરણ કરતી તમામ ડેરી કંપનીઓને ભાવ વધારવા કહ્યું છે. જોકે, એક લીટર દૂધના પાઉચ ખરીદવા માટે જૂની કિંમત આપવાની રહેશે. સરકારે સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો પ્રયોગ ઓછા કરવા માટે આ પગલું ભર્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, પશુપાલન અને ડેરી સચિવ અતુલ ચતુર્વેદીએ અમૂલ અને અન્ય પ્રમુખ ડેરીઓને અડધા લીટર દૂધના પેકેટ ઉત્પાદન ઓછા કરવા કહ્યું છે. આ સાથે એક લીટરના પેકેટનો ફરી ઉપયોગ કરવા માટે સૂચના અપાઈ છે. એક લીટરનું ખાલી પાઉચ પર કરનાર ગ્રાહકોને ખાસ છૂટ આપવા કેન્દ્ર સરકારે ડેરી કંપનીઓને જણાવ્યું છે.

કેન્દ્ર સરકારે ડેરી કંપનીઓને કહ્યું છે કે, એ ખાલી પાઉચનો ઉપયોગ રોડ નિર્માણમાં પ્રયોગ કરવા આપે. આ સાથે ઓકટોબરથી અડધા લીટરના પાઉચનું ઉત્પાદન ઓછું કરવા આદેશ અપાયો છે.  દૂધ સિવાય દહી અને અન્ય દુગ્ધ ઉત્પાદનના સૌથી વધુ નાના પેકેટ વેચાય છે. એમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો પ્રયોગ થાય ચે. હવે સરકાર આનો ઉપયોગ ઓછા કરવા ઈચ્છે છે.

સરકારનું માનવુ છે કે કિંમત વધારે હશે તો લોકો અડધા લીટરના પાઉચ ઓછા ખરીદશે, જેનાથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થશે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ ૧૫ ઓગષ્ટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી ચૂકયા છે

(10:05 am IST)